મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી વહેલી સવારે ત્રણ સગીરાઓ ગુમ..!
SHARE









મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી વહેલી સવારે ત્રણ સગીરાઓ ગુમ..!
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલય ખાતે રાખવામાં આવેલ ત્રણ સગીરાો આજે વહેલી સવારે ત્યાંથી કોઈને કશું કહ્યા વગર નીકળી ગઇ હોય તેને શોધવા માટે તે સંસ્થાના સંચાલક દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને સગીરાઓનો કોઇ જગ્યાએથી પત્તો ન લાગતાં હાલમાં મોરબી જિલ્લાના પોલીસ મથકોને આ બનાવ અંગેની જાણ કરવામાં આવી છે અને પોલીસે સગીરાઓને શોધવા માટે થઈને કવાયત શરૂ કરી છે.
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી સગીરાઓના અપહરણ થયા હોય તેને શોધવા માટે જિલ્લા પોલીસવડા દ્વારા સ્થાનિક પોલીસને સૂચના આપવામાં આવી હતી જેથી કરીને અપ્હત સગીરાઓને શોધવા માટે થઈને પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી. દરમિયાન છેલ્લા સમયગાળામાં મોરબી તાલુકા વિસ્તારમાંથી બે અને ટંકારા તાલુકામાંથી એક સગીરાનું અપહરણ કરવામાં આવેલ હોય તે સગીરાઓને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી અને ત્યારબાદ આરોપીની ધરપકડ કરીને સગીરાઓને પોલીસે કબ્જે લીધી હતી. જોકે સગીરાઓ તેના વાલી સાથે જવાની ના પાડતા તેણીને મોરબીના સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડ ઉપરના વિકાસ વિદ્યાલય ખાતે મૂકવામાં આવી હતી.આજે વહેલી સવારે વિકાસ વિદ્યાલય ખાતેથી ત્રણ સગીરાઓ કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ હોય તેને શોધવા માટે હાલમાં સંસ્થાના સંચાલકો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.
વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે હાલમાં જે ત્રણ સગીરાઓ વિકાસ વિદ્યાલય ખાતેથી નીકળી ગયેલ છે. તે પૈકીની બે સગીરાઓ મોરબી તાલુકાના અપહરણ કેસની હોય વિકાસ વિદ્યાલય ખાતે રહેતી હતી અને એક સગીરા ટંકારા તાલુકાના સગીરા અપહરણ કેસમાં લાવીને તેને મોરબીના વિકાસ વિદ્યાલય ખાતે રાખવામાં આવી હતી.જોકે વધુમાં એવી પણ માહિતી મળી રહી છે કે તે સગીરાઓને પોતાના વાલી પાસે જવું હતુ પરંતુ તેના વાલીઓ લઈ જતા ન હોય આજે વહેલી સવારે ત્રણ સગીરાઓ કહ્યા વગર વિકાસ વિદ્યાલય ખાતેથી નીકળી ગયેલ છે.પરંતુ હાલમાં આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કહ્યા વગર નિકળી ગયેલી ત્રણેય સગીરાઓને શોધવા માટે કવાયત શરૂ કરી છે.
