મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર ઘરમાં જ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

ટંકારા પોલીસ સ્ટેશન ખાતે નિવેદન લખાવવા આવેલ યુવાન પીધેલ જણાતા કરાઇ અટકાયત..!


SHARE













ટંકારા પોલીસ સ્ટેશન ખાતે નિવેદન લખાવવા આવેલ યુવાન પીધેલ જણાતા કરાઇ અટકાયત..!

મોરબીના ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરવામાં આવી હતી જેનું નિવેદન લખાવવા આવેલ યુવાન નશાયુકત હાલતમાં હોય તેની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

ટંકારા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જમીનના બાકી પૈસા આપવામાં આવતા ન હોય જેથી કરીને અરજદાર વિનોદભાઈ સિંણોજીયાએ હિતેશ કેશવજી કામરીયા જાતે પટેલ (૩૬) રહે.સામાકાંઠા વિસ્તાર મોરબી-૨ મૂળ રહે.હડમતીયા તા.ટંકારા સામે અરજી કરી હતી જે અરજીની તપાસ પુછપરછ માટે પોલીસ કોન્સટેબલ હિતેશભાઈ ચાવડા તથા રાઇટર ખાલીદખાન પઠાણ દ્વારા હિતેશ કામરીયાને નિવેદન લખાવવા માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા જે દરમિયાનમાં હિતેશભાઈ નશાની હાલતમાં મળી આવતાં તેમના વિરુદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગળે ફાંસો ખાતા સારવારમાં

મોરબીના રહેવાસી હરેશભાઈ મૂળજીભાઈ મકવાણા નામના ૪૨ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે બનાવનું કારણ જાણવા માટે આગળની તજવીજ હાથ ધરી છે.

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના ઉટબેટ (શામપર) ગામે રહેતા પ્રવિણ લક્ષ્મણભાઈ વાઘેલા નામના ૨૩ વર્ષીય યુવાને કોઈ કારણોસર તેના ઘેર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.




Latest News