સફળ રેડ: મોરબી નજીકથી દારૂની 360 બોટલ ભરેલ ક્રેટા કાર ઝડપાઇ: 9.68 લાખનો મુદામાલ કબ્જે મોરબી: ઝઘડો થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું અભયમની ટીમે પતિ સાથે મિલન કરવાયું મોરબીમાં મહાપાલિકાની રોડ રસ્તા, પાણી, ગટર સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતાં કમિશ્નર સ્વપ્નિલ ખરે મોરબી મહાનગરપાલીકાની જાહેર બસ સેવા શરૂ કરવા માંગ: સીટી બસ વધે તો રીક્ષાનો ત્રાસ ઘટે મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ખાસ કેમ્પનું આયોજન મોરબી: SIR બાબતે 'Book a call with BLO' સુવિધાનો ઉપયોગ કરી BLO નો સીધો સંપર્ક કરી શકાશે મોરબીમાં રેલ્વેના પાટામાં તિરાડ પડતા તાત્કાલિક પાટાનું મટીરીયલ બદલી નાખ્યું મોરબી સેવાસદન ખાતે ફાયરના જવાનોની ખાસ  પ્રાયોગિક અભ્યાસ તાલીમ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં 15 ઓક્ટોબરે જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેડીકલ કેમ્પ


SHARE



























મોરબીમાં 15 ઓક્ટોબરે જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેડીકલ કેમ્પ

મોરબીમાં આગામી ૧૫ મી ઓક્ટોબરે જયશ્રી માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ જયશ્રીબેન વાઘેલાના જન્મદિવસ નિમિત્તે બપોરે ૩ થી ૬ કંડલા બાયપાસ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે નિઃશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ડાયાબિટીસ અનેબી.પી.નુ નિદાન ડૉ.ચાર્મીબેન આદ્રોજા (યોગીકૃપા કલીનીક) દ્વારા નિઃશુલ્ક કરવામાં આવશે તથા જયશ્રીબેન સાગરભાઈ વાઘેલા પરીવાર તરફથી લોકોને ૩ દિવસની દવા ફ્રી આપવામાં આવશે.
તેમજ વધારાની સેવાઓ જેવી કે તાવ, શરદી, ઉધરસ વિગેરે ચેક કરી દર્દીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.તેમજ જયસુખભાઇ ભાલોડીયા દ્વારા હાથ-પગ, કમર, સાંધાના દુઃખાવા તેમજ વા ના દર્દીઓને પોઇન્ટ આપી ફ્રી સારવાર આપવામાં આવશે.જેનો લાભ લેવા યાદીમાં જણાવેલ છે.


















Latest News