ટંકારા પોલીસ સ્ટેશન ખાતે નિવેદન લખાવવા આવેલ યુવાન પીધેલ જણાતા કરાઇ અટકાયત..!
મોરબીના લીલાપર રોડ ઉપરથી મળી આવેલ અફીણના જથ્થાના કેસમાં ધાંગધ્રાના બાવડી ગામના ગઢવી શખ્સની ધરપકડ
SHARE







મોરબીના લીલાપર રોડ ઉપરથી મળી આવેલ અફીણના જથ્થાના કેસમાં ધાંગધ્રાના બાવડી ગામના ગઢવી શખ્સની ધરપકડ
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સાત હનુમાન સોસાયટીમાં રહેતા શખ્સ દ્વારા અફીણનું વેચાણ કરવામાં આવતું હોવાની એસઓજીની ટીમને બાતમી મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાં અફીણનો જથ્થો રાખીને માલ વેચનાર તેમજ માલ લેવા માટે આવેલ શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે તે સમયે ૩૧૦ ગ્રામ અફીણ સાથે બે ઇસમોની ધરપકડ કરી હતી તેની તપાસ દરમ્યાનમા મોરબીના ઇસમને માલ આપનાર ઇસમની ગઇકાલે ધરપકડ કરવામાં આવેલ છે.
મોરબી એસઓજીના મહાવીરસિંહ અનિરૂધ્ધસિંહ પરમારને હકીકત મળી હતી કે લાખુભા મહોબતસિંહ ઝાલાના ઘરમાં અફીણનો જથ્થો છે જેથી લાખુભા મહોબતસિંહ ઝાલા જાતે ક્ષત્રિય (ઉમર ૬૦) રહે.લીલાપર રોડ, સાત હનુમાન સોસાયટી બ્લોક નં.૮૪ ના ઘરે રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી મકાન માલિક તેમજ અફીણ લેવા માટે આવેલ ભૈરોબક્ષ રાજકુમાર ગરવાલ જાતે રજપુત (ઉમર ૬૭) રહે.ચકડીહા ગામ પોસ્ટ ભારતગંજ થાનામાં માણ્ડા (ઉત્તરપ્રદેશ) હાલ રહે. મોરબી કાલીકા પ્લોટ ગુરુદ્વારા રામસીંગ સરદારજીના મકાનમાં વાળાઓ મળી આવ્યા હતા જેથી પોલીસે તેમની પાસેથી ૩૧૦ ગ્રામ અફીણ જેની કિંમત ૩૧,૦૦૦ તથા બન્ને આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૧૦,૧૬૦ અને બે મોબાઇલ આમ કુલ મળીને ૪૬,૬૬૦ નો મુદામાલ કબ્જે કરી બંનેની ધરપકડ કરી હતી અને એન.ડી.પી.એસ. એકટ ૮ (સી), ૧૮(સી), ૨૯ હેઠળ કાર્યવાહી હાથ ધરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશને ગુન્હો દાખલ કરી આગળની તપાસ માળીયાના પીએસઆઈ ચુડાસમાને સોપવામાં આવી છે આ કામગીરીમાં એસ.ઓ.જી. પીઆઇ જે.એમ.આલ, રણજીતભાઇ બાવડા, રસિકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, માહાવીરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, સતિષભાઇ ગરચર, પ્રિયંકાબેન પૈજા, સંદિપભાઇ માવલા અને એ ડીવીઝ્નના ચકુભાઇ દેવશીભાઇ કરોતરા દ્વારા કરવામાં આવી હતી હાલમાં બનવાની તપાસ માળીયા પીએસઆઇ એન.એહ.ચુડાસમા ચલાવી રહ્યા હોય તપાસ દરમિયાન લાખુભા મહોબતસિંહ ઝાલાએ અફીણનો જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના ધગન્ધ્ર તાલુકાના બાવળી ગામના રમેશભાઈ ઉર્ફે રમૂભા નારણભા ગઢવી ( ઉં.૬૫)ની પાસેથી મેળવેલ હોય પોલીસે હાલમાં એનડીપીએસના ગુનામાં રમુભા ગઢવીની ધરપકડ કરેલ છે
