વાંકાનેરની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાયો
દિવાળી અનુસંધાને જાહેરનામું પ્રસિદ્ધ: મોરબી જિલ્લામાં ફટાકડાના વેચાણ-ફોડવા બાબતે વિવિધ કૃત્યો પર પ્રતિબંધ
SHARE







વર્તમાન સમયમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી વિપરીત અસરના સંબંધમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા રીટ પીટીશન સબબ દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક કે હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે.
જે દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને, જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે સમગ્ર મોરબી જિલ્લામાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કલેક્ટર કે.બી.ઝવેરી દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં આગ, અકસ્માતના બનાવો ન બને, જાહેર સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે જરૂરી નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને સુપ્રીમ કોર્ટ દ્વારા ભારે ઘોંઘાટવાળા ફટાકડા, હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા ફટાકડા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેને રાખી કે ફોડી શકાશે નહીં તથા તેનું વેચાણ કરી શકાશે નહીં., દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા રાત્રે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી જ ફોડી શકાશે., હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયામાં ફટાકડા ફોડી શકાશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા. ૧૮/૧૦ થી ૦૫/૧૧ સુધી અમલમાં રહેશે.
