મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ
મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ
SHARE







મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ
મોરબી નગરપાલીકા સમયે હેરીટેજ પ્રોપર્ટી એવા ટાઉનહોલની કરોડો રૂપિયાના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું હતું અને તે કામમાં મોટા પ્રમાણમા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હતો જેથી આજની તારીખે છેલ્લા ઘણા સમયથી ટાઊનહોલ બંધ હાલતમાં પડ્યો છે. તેઓ આક્ષેપ શહેર કોંગ્રેસનાં પ્રમુખે કર્યો છે.
મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, વિકાસની વાતો કરવામાં આવે છે જો કે, રજવાડાના સમયમાં બનેલ મોરબી નગરપાલીકા હતી ત્યારથી તેના હસ્તક્નો હેરીટેજ પ્રોપર્ટી કહી શકાય તેવો ટાઉનહોલ આજની તારીખે ખંઢેર બની ગયેલ છે. આ ટાઉન હોલમાં અગાઉ નાટક, વિધાર્થી સન્માન સમારંભ, સામાજીક કાર્યક્રમો થતાં હતા જો કે, પાલિકાના ભ્રષ્ટાચારી સતાધીશોના પાપે આજે આ હેરીટેજ ટાઉન હૉલ બંધ હાલતમાં છે. અને ત્યાં ભંગાર રાખીને તેનો ગોડાઉનની જેમ ઉપયોગ કરવામાં આવે છે. જો આ ટાઉન હોલના રિનોવેશન કામની હજુ પણ તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણાં નેતાઓનાં તપેલા ચડી જાય તેવી પરિસ્થિતિ છે. ત્યારે સવાલ એ ઊઠે છે જો કે, મહાપાલિકાના કમિશ્નર આ કૌભાંડની તપાસ કરશે કે પછી ભૂતકાળમાં નંદિધર, ૪૫-ડી, કે પછી આવાસ યોજના, ખરાબ સીમેન્ટની થેલીમાં થયેલ ભ્રષ્ટાચારમાં ભીનું સંકેલાય ગયું તેવું થઈ જશે તે તો આગામી સમય જ બતાવશે.
