માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ


SHARE













માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ

માળીયા મિયાણાં તાલુકા કોંગ્રેસનાં પ્રમુખની આગેવાની હેઠળ આજે માળીયાના મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું અને ટેકાના ભાવે મગફળીની ખરીદી ખેડૂતદીઠ 300 મણ અથવા ભાવ ફેરના રૂપિયા રજિસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂતના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે તેવી માંગ કરી છે.

 

કેન્દ્ર સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તેમાં રાજ્ય સરકાર માત્ર ખરીદીની એજન્સી તરીકે કામ કરે છે તેનાથી વધારે રાજ્ય સરકારનો તેમાં કોઈ ફાળો હોતો નથી સમજવા જેવી વાત એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા જ નિમાયેલી કમિટી "ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન કમિટી-એ આપેલા અહેવાલ મુજબ સરકારે ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડૂતોને હેકટરદીઠ સહાય આપવી જોઈએ પરંતુ સરકાર પોતાના મળતીયાઓને સાચવવા માટે ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડૂતોને હેકટરદીઠ સહાય આપવાની યોજના લાગુ કરતી નથી.

આ અહેવાલ કેન્દ્ર સરકારે પોતે જ નિયુક્ત કરેલી કમિટી "ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન કમિટી- એ કરેલી ભવામણ છે જે કમિટીના ત્રણ સભ્ય અશોક ગુવાટી, તીર્થ ચેટરજી, શિરાજ હરીની હતા તેઓએ દેશ વિદેશનો અભ્યાસ કર્યા પછી કેન્દ્ર સરકારને આ અહેવાલ મોકલ્યો છે. અને તેની અખબારમાં પણ નોંધ લેવામાં આવે છે જેમાં કોગ્રેસ શાસિત રાજ્યો કર્ણાટક અને તેલંગાણાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ત્યાં ખરીફ અને રવિ પાક માટે ખેડૂતોને પ્રતિ એકરદીઠ 18-16 હજાર રૂપિયા ખેડૂતોને તેઓના ખાતામાં વર્ષમાં બે વાર જમા કરાવવામાં આવે છે એ મુજબ કેન્દ્ર સરકારે ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરાવવા જોઈએ

આ કમિટીએ મગફળી પાક માટે ટેકાના ભાવે કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાં કરવામાં આવતી ખરીદીનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે સરકાર ટેકાના ભાવે જે મગફળી ખરીદે છે તેમાં એક ખાંડી (20 મણ) ના 29,000 જેટલા ચૂકવે છે જેના પર 10 હજાર જેવો વધારાનો ખરીદીનો ખર્ચ વાગે છે આમ એક ખાંડી મગફળીની ખરીદી સરકારને 39,000 માં પડે છે મતલબ કે સરકારને આ મગફળી પ્રતિ મણ 1950 રૂપિયામાં પડે છે આજ મગફળી સરકાર એકાદ વર્ષ પછી જ્યારે ખુલ્લા બજારમાં વેચવા માટે મૂકે છે ત્યારે તેને ખાંડી મગફળી 17 થી 18 હજાર જ ભાવ મળે છે મતલબ કે સરકાર મગફળીની ખરીદીમાં એક ખાંડીએ ઓછામાં ઓછું 20 થી 22 નું નુકશાન ભોગવી રહી છે. જો તેને મણમાં જોઇએ તો પ્રતિ મણ 1000 થી 1100 રૂપિયાની નુક્શાની ભોગવી રહી છે

 

આ જ વાત ને સરકાર દ્વારા ગુજરાતમાં ગયા વર્ષે જે ખરીદી કરવામાં આવી તેની સાથે સરખામણી કરીએ તો ગયા વર્ષે સરકારે ગુજરાતમાંથી લગભગ 12 લાખ મેટ્રિક ટન જેટલી મગફળીની ખરીદી કરી હતી જેનો પ્રતિ કવિન્ટલનો ભાવ હતો 6783 એટલે કે એક કિલોગ્રામનો ભાવ હતો 67.83 રૂપિયા તેના પર સરકાર દ્વારા જે ખરીદી પ્રક્રિયા કરવામાં આવી તેની પ્રક્રિયા ખર્ચ ખરીદી કરતી સંસ્થાનું કમિશન 80 થી 90 રૂપિયાનું બરદાન + એક બરદાન જોખવું, ભરવું, ટ્રકમાં ચડાવવું, ઉતારવું ગોડાઉનમાં ગોઠવવાની મજુરી + ટ્રાન્સપોર્ટેશન + ગોડાઉન ભાડું + સરકારનું 9 મહિનાથી એક વર્ષ માટે મૂડી રોકાણ કરવું પડે છે તે મૂડી રોકાણનું વ્યાજ આમ સરકાર દ્વારા જે મગફળી ખરીદી પેટે ખેડૂતોને પ્રતી કિલોગ્રામના 67.83 રૂપિયા આપવામાં આવ્યા તેના પર સરકારે ઉપરોક્ત અલગ અલગ ખર્ચ ગણો તો પ્રતી કિલોગ્રામદીઠ 15 રૂપિયા ખર્ચ કરવો પડ્યો છે.

એટલે કે સરકારે પ્રતી કિલોગ્રામ 67.83 રૂપિયા ખેડૂતોને ચૂકવ્યા + 15 પ્રક્રિયા ખર્ચ કર્યો એટલે સરકારને 82.83 રૂપિયામાં પડતર થયેલી મગફળી સરકારે છેલ્લે વેચાણ કરી ત્યારે પ્રતી કવિન્ટલ 4900 થી 5500 ના ભાવે વેચાણ કરી કિલોગ્રામમાં જોઈએ તો એટલે કે પતી કિલોગ્રામ 49 થી 55 રૂપિયે ખુલ્લા બજારમાં વેચી હતી જે મુજબ જોઈએ તો સરકારને જે મગફળી પતી કિલોગ્રામ 82 84 રૂપિયામાં પડતર થઈ તે મગફળી સરકારે 49 થી 55 રૂપિચે એટલે કે સરેરાશ 52 રૂપિયામાં વેથી સરકાર ને 32 રૂપિયા પ્રતી કિશોગ્રામ નુકશાન ભોગવવું પડ્યું છે.આ કમિટીના અહેવાલ મુજબ સરકાર ખેડૂતો માટે નહીં પણ પોતાના માનીતા લોકો માટે જ ખરીદી કરવા માંગતી હોય તો પ્રદેશ કોંગ્રેસ સમિતિની બહુ સ્પષ્ટ માંગ છે રજિસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂત પાસેથી 300 મણ મગફળીની ખરીદી કરવી જોઈએ અથવા વર્તમાનમાં ખુલ્લા બજારમાં મગફળીના પ્રતિ મણના 850 થી 1000 રૂપિયા ભાવ ચાલે છે અને ટેકાના ભાવ 1452.60 રૂપિયા છે. સરકાર દ્વારા 300 મણ થી જેટલી ઓછી ખરીદી કરવામાં આવે તેટલા મણ માટે ખુલ્લા બજારમાં ભાવ અને ટેકાના ભાવના તફાવત 452 રૂપિયા પ્રતી મણ લેખે ખેડૂતોના ખાતામાં જમા કરાવવા જોઈએ તેવી માંગ સાથે આજે માળીયા મિયાણાં તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ સંદીપભાઈ કલારિયાની આગેવાની હેઠળ માળીયાના મામલતદારને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી




Latest News