વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
SHARE







વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાઈ રહેલ કાર્યક્રમોના ભાગરૂપે વાંકાનેરમાં રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં સરકારી હોસ્પિટલ ખાતે સફાઈ કામદારો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં વિવિધ સફાઈ કામદારોની મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને જરૂરી સારવાર કરવામાં આવી હતી તથા સર્વે મહાનુભાવો દ્વારા હોસ્પિટલના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાદેશિક કમિશનર, વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાનો સ્ટાફ તથા સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા.
