મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ
SHARE







મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ
મોરબીના ઘૂંટુ ગામની સીમમાં લીવાન્ટો સિરામીક કારખાના પાસે આવેલ ખેતરના કુવામાં કોઇપણ કારણોસર પડી જવાથી અજાણ્યા યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને તે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે અને તેના વાલી વારસાને શોધવા માટેની કવાયત કરવામાં આવી રહી છે અને મૃતક વિષેની કોઈ પણ માહિતી હોય તો તાલુકા પોલીસમાં આપવા માટે અનુરોધ કર્યો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં કુવામાંથી અજાણ્યા ૩૦થી ૪૦ વર્ષના પુરૂષની તા ૧૪/૧૦ ના રોજ લાશ મળી આવેલ હતી અને ઘૂંટુ ગામની સીમમાં લીવાન્ટો સિરામીક કારખાના પાસે ધર્મેન્દ્રભાઈના ખેતરમાં આવેલ કુવામાં કોઇપણ કારણોસર પડી જવાથી પાણીમાં ડુબી જવાના લીધે તે યુવાનનું મોત નીપજયું હતું. અને મૃતક યુવાનના હાથની કલાઇ ઉપર માઁ અથવા મી. અને લાલ કલરમાં દિલ ત્રોફાવેલ છે તથા હાથના બાવડાના ભાગે રાજાના મુગટ જેવી આકૃતિ અને અંગ્રેજીમાં કે ત્રોફાવેલ હોય તેવું નજરે પડે છે. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સીક પી.એમ. કરાવીને મૃતદેહને મોરબી સરકારી હોસ્પીટલના કોલ્ડ સ્ટોરેજમા રાખવામા આવેલ છે જેથી મરણ જનારના નામની કે તેના સગા સંબધીની કોઇ ઓળખ થયેલ ન હોય લાશની ઓળખ કરવા તેમજ તેના વાલીવારસને શોધવા માટેની કવાયત કરવામાં આવી રહી છે. અને મૃતક વિષેની કોઈપણ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મોબાઇલ નંબર ૬૩૫૯૬ ૨૬૦૬૬ અથવા તપાસ અધીકારી એ.એમ.ગરીયાના મોબાઇલ નંબર ૯૬૦૧૧૪૬૭૭૦ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.
