મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

અનિવાર્ય કારણોસર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકની તારીખ બદલાઈ; હવે ૨૯ ઓક્ટોબરે બેઠક યોજાશે


SHARE



























અનિવાર્ય કારણોસર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકની તારીખ બદલાઈ; હવે ૨૯ ઓક્ટોબરે બેઠક યોજાશે
ઓક્ટોબર માસની મોરબી જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકની તારીખમાં અનિવાર્ય કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે. જે અનુસાર ૧૭ ઓક્ટોબરના બદલે હવે ૨૯ ઓક્ટોબરના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની આગામી બેઠક યોજાશે જેની સર્વેએ નોંધ લેવા મોરબી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.

૧૮ ઓક્ટોબરના રોજ હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે; ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો જોગ

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૮-૧૦-૨૦૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે, પ્રા.વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરા રોડ, હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે.ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએસસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું.રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેવું મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News