મોરબીમાં અકસ્માત કરીને યુવાન પાસેથી 85 હજાર પડાવી લેનારા રાજકોટના રીઢા ગુનેગારની ધરપકડ
વાંકાનેરના કુંભારપરામાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
SHARE













વાંકાનેરના કુંભારપરામાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેને મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી.
વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા રફિકભાઈ બાલાભાઈ શેખ (૪૦) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે પોતાની જાતે છતમાં લગાવેલ હુકમાં લૂંગી બાંધીને તેની સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
