વાંકાનેરના કુંભારપરામાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
મોરબીમાં પાટીદાર જનસભામાં આગેવાનોએ વ્યક્ત કરેલી આશંકા સાચી ઠરી: યુવાન 28.780 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાયો, અન્યની શોધખોળ શરૂ
SHARE














મોરબીમાં પાટીદાર જનસભામાં આગેવાનોએ વ્યક્ત કરેલી આશંકા સાચી ઠરી: યુવાન 28.780 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાયો, અન્યની શોધખોળ શરૂ
મોરબીમાં હાલ તહેવારને અનુલક્ષીને પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાનમાં બાતમીને આધારે મોરબીના સાવસર પ્લોટ રોડ ઉપર આવેલ હોસ્પિટલ નજીક કારમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી અને બાતમીને આધારે પોલીસે રેડ કરતા યુવાન ડ્રગ્સ સાથે પકડાયો હતો.યુવાનની પાસેથી 28.780 ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયું હતું અને હાલ ડ્રગ્સનો જથ્થો, વજન કાંટો, રોકડ રકમ, કાર તથા મોબાઈલ મળીને હાલમાં રૂા.5,35,100 ની મતા સાથે એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે અને મુંબઈના એક શખ્સ તથા તપાસમાં ખુલે તેઓની સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબીમાં થોડા સમય પહેલા રવાપર ગામ ખાતે પાટીદાર જન ક્રાંતિ સભા યોજાઈ હતી અને તેમાં જે તે સમયે દાંડિયા ક્લાસીસના દૂષણ અંગે યોજાયેલ જાગૃતિ સભામાં આગેવાનોએ પોતાના વક્તવ્ય દરમિયાન ડ્રગ્સ, જુગાર હનીટ્રેપ સહિતના જે દૂષણો છે તે સમાજમાં ઘર કરી ગયા હોય તે બાબતે ટકોર કરી હતી અને આ બાબતે સમાજના યુવાનો ગેર રસ્તે જઈ રહ્યા હોવાની વાત કરી હતી.તે વાતને હાલ સમર્થન મળી રહ્યું હોય તેવુ જોવા મળી રહ્યુ છે.આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવા પામી છે.જેમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ડી-સ્ટાફના જયદીપભાઇ ગઢવીને બાતમી મળી હતી.જેને આધારે ડિ-સ્ટાફ પીએસઆઇ જે.સી.ગોહિલ, એ ડિવિઝન પીઆઇ આર.એસ.પટેલ તથા અન્ય સ્ટાફ દ્વારા મોરબીના સાવસર પ્લોટ રોડ ઉપર આવેલ વેદાંત દાંતની હોસ્પિટલ પાસે રેડ કરવામાં આવી હતી.ત્યારે ત્યાંછથી બાતમી મુજબની વેન્ટો કાર નંબર GJ 27 C 1316 માં તલાસી લેવામાં આવતા કારમાંથી સફેદ પાવડર (ડ્રગ્સ) 28 ગ્રામ 780 મિલીગ્રામનો જથ્થો મળી આવ્યો હતો.જેથી રૂપિયા 2,87,000 ની કિંમતનો ડ્રગ્સનો જથ્થો તે ઉપરાંત રૂપિયા 500 ની કિંમતનો ડિજિટલ વજન કાંટો, રૂપિયા 41,800 રોકડા, 5,000 ની કિંમતનો એક મોબાઇલ તથા રૂપિયા 2,00,000 ની કિંમતની કાર એમ કુલ મળીને રૂા.5,35,100 ની માલમતા સાથે સ્થળ ઉપરથી પોલીસે હાલમાં યોગેશ રતિલાલ દસાડીયા પટેલ હાલ રહે. આસોપાલવ સોસાયટી એપલ હાઈટ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 102 રવાપર ગામ ઘુનડા રોડ મોરબી મૂળ રહે.જુના સાદુળકા તા.જી. મોરબીની સ્થળ ઉપરથી ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં તેણે આ જથ્થો મુંબઈના દહીંસર વિસ્તારમાં રહેતા ચિરાગ પટેલ પાસેથી મેળવ્યો હોવાની કબુલાત દેતા ચિરાગ પટેલનું નામ ખુલ્યું હતું.હાલ એ ડિવિઝન પોલીસ મથક ખાતે મોરબીના યોગેશ દસાડિયા, મુંબઈના ચિરાગ પટેલ તથા તપાસમાં ખુલે તે તમામ સામે હાલ એન.ડી.પી.એસ એકટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જેની આગળની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એમ.કરકર ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.
મારામારીમાં ઇજા
મોરબી વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતા અનિલભાઈ મનોજભાઈ ચૌહાણ નામનો 25 વર્ષનો યુવાન તેના ઘર પાસે હતો ત્યાં બે લોકો દ્વારા તેને છરી તથા ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના સતિષભાઈ ગળચર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.જ્યારે મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં ખોડીયાર ચોક પાસે રહેતા દેવેશભાઇ પ્રેમજીભાઈ અગેચાણીયા નામના 45 વર્ષના યુવાનને ઇન્દિરાનગર વિસ્તારમાં જ આવેલ નવઘણભાઈની દુકાન પાસે પાઇપ અને ધારીયા વડે માર મારવામાં આવેલ હોય તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હોય હાલ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મહીલા સારવારમાં
મારામારીનો વધુ એક બનાવ શક્તિનગર વિસ્તારમાં બન્યો હતો જેમાં આરતીબેન પરસોતમભાઈ શેખ નામની 25 વર્ષની મહિલાને મારામારીના બનાવમાં પેટમાં ઈજા થયેલ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવે છે.જ્યારે મોરબીના રોકડિયા હનુમાન મંદિર નવલખી રોડ ખાતે પતિ દ્વારા માર મારવામાં આવતા સપનાબેન સુરેશભાઈ જેતપરા (ઉમર 28) રહે.વિદ્યુતનગર માળિયા ફાટક પાસે ને સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા અને હાલ આ બનાવ સંદર્ભે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના સતિષભાઈ દ્રારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયેલ છે.જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં ઘરે સુતા હતા ત્યારે કોઈ જનાવર કરડી જવાથી મોઢા ઉપર બળતરા તથા ફોડલા થવાથી નીતાબેન મુકેશભાઈ ધુળકોટીયા (45) નામની મહિલાને સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ પોલીસ દ્વારા જણાવાયેલ છે

