મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજના પૈસાની ઉઘરાણી માટે આવેલા શખ્સોએ કર્યો છરી વડે હુમલો: એટ્રોસિટી સહિતની કલમ હેઠળ 3 સામે ફરિયાદ


SHARE







મોરબીમાં વ્યાજના પૈસાની ઉઘરાણી માટે આવેલા શખ્સોએ કર્યો છરી વડે હુમલો: એટ્રોસિટી સહિતની કલમ હેઠળ 3 સામે ફરિયાદ

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજે રૂપિયા લીધા હતા જોકે છેલ્લા છથી સાત મહિનાથી તે વ્યાજના પૂરા પૈસા આપી શક્યો ન હતો જેથી વ્યાજે રૂપિયા આપનાર શખ્સે અન્ય બે શખ્સને વ્યાજના પૈસાની ઉઘરાણી માટે યુવાનના ઘર પાસે મોકલ્યા હતા જેથી તે શખ્સોએ યુવાનના ઘર પાસે જઈને રૂપિયાની માંગણી કરી હતી ત્યારે યુવાને પૈસાની સગવડ નથી તેવું કહેતા તેને ગાળો આપવામાં આવી હતી અને ઝાપટો મારી હતી તેમજ ઢીકાપાટુનો માર મારીને છરીના ઘા માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપીને યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવેલ હતો જેથી યુવાને સારવાર લીધા બાદ ત્રણ શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં આવેલ રોહિદાસપરા નં-5 માં રહેતા અનિલભાઈ મનોજભાઈ ચૌહાણ (24)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શિવમભાઈ રબારી, હીરાભાઈ રબારી અને પૃથ્વીરાજસિંહ ઝાલાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, આરોપી શિવમભાઈ રબારી પાસેથી તેણે વ્યાજે રૂપિયા લીધા હતા અને દર મહિને વ્યાજની ચુકવણી કરતો હતો જોકે છેલ્લા છથી સાત મહિનાથી વ્યાજના પૂરા પૈસા ફરિયાદી ચૂકવી શકેલ ન હતો જેથી શિવમભાઈ રબારીએ હીરાભાઈ અને પૃથ્વીરાજસિંહ ઝાલાને વ્યાજના પૈસાની ઉઘરાણી માટે તેના ઘર પાસે મોકલ્યા હતા અને ત્યાં આવેલા બંને શખ્સોએ વ્યાજના પૈસાની માંગણી કરી હતી ત્યારે ફરિયાદીએ પૈસાની સગવડ નથી તેવું કહેતા તેને ઉઘરાણીએ આવેલા શખ્સોએ ગાળો આપી હતી અને ફરિયાદી ગાળો આપવાનીના પાડતા હીરાભાઈ રબારીએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને બેથી ત્રણ ઝાપટો અને ઢીકાપાટુનો મારમાર્યો હતો જ્યારે પૃથ્વીરાજસિંહ ઝાલાએ તેની પાસે રહેલ છરી વડે હુમલો કરીને ફરિયાદીને પેટના ભાગે પડખામાં તથા વાસાના ભાગે ઇજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે તથા જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરેલ છે જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે.






Latest News