મોરબી: નજીવી વાતમાં કારખાનેદાર અને તેની પત્નીએ શ્રમિકને માર મારતા બંને સામે ગુનો નોંધાયો
મોરબીના ગોર ખીજડીયા નજીક નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી અસંખ્ય માછલાંના મોત
SHARE
મોરબીના ગોર ખીજડીયા નજીક નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી અસંખ્ય માછલાંના મોત
મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે આવેલ નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવેલ છે જેથી કરીને અસંખ્ય માછલાંના મોત નિપજ્યાં છે જેથી ગામના સરપંચે કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવે છે જેથી કરીને અસંખ્ય માછલાંના મોત થયા છે તેવો આક્ષેપ કરેલ છે અને જો જીપીસીબી દ્વારા નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આગમી દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
મોરબીના ગોર ખીજડીયા ગામના સીમ વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં પેપર મિલો સહિતના નાના-મોટા કારખાનાઓ આવેલા છે અને જુદાજુદા ઓદ્યોગીક એકમોમાંથી કેમિકલયુક્ત પાણી નદીમાં અને ચેકડેમમાં છોડવામાં આવે છે જેથી ખેતીના પાકોને તો નુકશાન થાય જ છે તેની સાથો સાથે માછલાંના પણ મોત થયા છે આજે ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાએ સોશ્યલ મીડિયામાં એક વિડીયો મૂક્યો છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના ગામ પાસે નદીમાં કારખાનાઓમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે તેના માટે અગાઉ જીપીસીબીમાં રજૂઆત કરી હતી ત્યારે સેમ્પલ લેવામાં આવ્યા હતા જો કે, કોઈ કામ કરવામાં આવ્યું ન હતું તેવામાં આજે કેમિકલયુક્ત પાણી નટીમાં છોડવાથી અસંખ્ય માછલાંના મોત નિપજ્યાં છે જો આવીને આવી રીતે પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવશે તો પાણીજ્ન્ય રોગ ચાળો ફાટી નીકળે તેવી શ્ક્યતા છે જેથી કરીને પ્રદૂષણ રોકવા માટે થઈને ગ્રામ પંચાયત દ્વારા જીપીસીબીમાં રજૂઆત કરવામાં આવશે પછી પણ જો નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ના છૂટકે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.









