મોરબીમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવા માટે તડામાર તૈયારી શરૂ: આયોજકોની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના ગોર ખીજડીયા નજીક નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી અસંખ્ય માછલાંના મોત મોરબી: નજીવી વાતમાં કારખાનેદાર અને તેની પત્નીએ શ્રમિકને માર મારતા બંને સામે ગુનો નોંધાયો મોરબી નજીક ટ્રેન હેડફેટે ચડી જવાથી યુવાનનું મોત, વાંકાનેરના જામસર પાસે બાઈક ઉપરથી પડી જતા યુવાનનું મોત માળીયા (મી)ના વાગડીયા ઝાપા પાસેથી 197 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા: 2.01 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવા માટે તડામાર તૈયારી શરૂ: આયોજકોની પત્રકાર પરિષદ યોજાઇ


SHARE



























મોરબીમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવા માટે તડામાર તૈયારી શરૂ: આયોજકોની પત્રકાર પરિષદ યોજાઇ

મોરબીમાં શ્રી જલારામ શોભાયાત્રા સમિતિ (2025) દ્વારા જલારામ જયંતીની ઉજવણી દર વર્ષની જેમ જ કરવામાં આવશે જેથી તેના માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સવારથી લઈને સાંજ સુધીના ભરચક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી આપવા માટે આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી અને આયોજકોએ કહ્યું હતું કે, જલારામ જયંતીએ વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ કરવામાં આવશે અને વડીલ વંદનાનો કાર્યક્રમ યોજાશે. 

સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા ની 226 મી જન્મજયંતિ નિમિતે આગામી તા. 29 ઓક્ટોબરને બુધવારના રોજ મોરબીમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે આયોજનની રૂપરેખ આપવા માટે આજે મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ જલારામ મંદિરે આયોજકો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, દર વર્ષે ધામધુમથી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે ઉજવણી કરવામાં આવશે. અને જલારામ જયંતિના દિવસે જલારામ પ્રાર્થના મંદીર ખાતે મહાયજ્ઞ, અન્નકુટ દર્શન તેમજ મહાઆરતી, વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ કરવામાં આવશે, જોકે, છેલ્લે એક માહિનામાં લોહાણા સમાજના 12 વડીલોના અવસાન થયેલ છે જેથી આ વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું નથી પરંતુ જલારામ મંદિર ખાતે વડીલ વંદનાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિર્મિતભાઈ કકકડ, ગીરીશભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવિનભાઈ ઘેલાણી, અશોકભાઈ પાવાગઢી, હરીશભાઈ રાજા, હસમુખભાઇ પૂજારા, રમનિકભાઇ ચંડીભમ્મર સહીતના આગેવાનો તેમજ મહિલા પાંખ દ્વારા જેહમત ઉઠાવવામાં આવી રહી છે.






Latest News