મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં ઝંપલાવનારા બંને યુવાનોનો 33 કલાક પછી મૃતદેહ મળ્યા: SDRF અને મોરબી - રાજકોટની ફાયરની ટીમે કરી કાર્યવાહી


SHARE







મોરબીની મચ્છુ નદીમાં ઝંપલાવનારા બંને યુવાનોનો 33 કલાક પછી મૃતદેહ મળ્યા: SDRF અને મોરબી -  રાજકોટની ફાયરની ટીમે કરી કાર્યવાહી

મોરબીના પાડાપુલની બાજુમાં આવેલ રેલવેના પુલ ઉપરથી શુક્રવારે બપોરના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં બે યુવાનોએ પડતું મૂક્યું હોવાની જાણ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ઘટના સાથે પહોંચી હતી અને પાણીમાં પડેલા યુવાનોને શોધવા માટે કવાયત કરવામાં આવી હતી જો કે, પાણીમાંથી યુવાનોનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી કરીને ગોંડલ ખાતેથી એસડીઆરએફ ની ટીમ અને રાજકોટ ફાયર વિભાગની ટીમને બોલાવી હતી અને 33 કલાક પછી બંને યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવેલ છે.

મોરબીમાં શુક્રવારે બપોરના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં મોરબીના પાડાપુલની બાજુમાં આવેલ રેલવેના બ્રિજ ઉપરથી મચ્છુ નદીમાં બે યુવાનોએ પડતું મૂક્યું હતું જે અંગેની તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તથા સ્થાનિક તરવૈયાઓ દ્વારા મચ્છુ નદીમાં પડેલા બંને યુવાનોને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી ત્યાર બાદ ગોંડલ ખાતેથી એસડીઆરએફની ટીમ અને રાજકોટ ખાતેથી ફાયરની ટીમને મોરબી ખાતે બોલાવવામાં આવી હતી અને ત્રણેય ટીમ દ્વારા મચ્છુ નદીમાં ઝંપલાવનાર બંને યુવાનોને પાણીમાંથી શોધવા માટે થઈને કવાયત કરવામાં આવી રહી હતી. અને ફાયર વિભાગના અધિકારી જયેશભાઇ ડાકીના જણાવ્યા પ્રમાણે હર્ષદ બળદેવભાઈ પારઘી (20) રહે. વવાણીયા તથા અનિલ કનુભાઈ ભંખોડીયા (27) રહે. વીસીપરા મોરબી વાળાના મૃતદેહને પાણીમાં 33 કલાક પછી બહાર કાઢવામાં આવેલ છે. અને તેઓના પરિવારજની જાણ કરવામાં આવેલ છે અને બંને યુવાનોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News