માળીયા (મી)ના કુંભારીયા ગામે ઘરમાં જુગાર રમતા 7 શખ્સો 40,200 ની રોકડ સાથે પકડાયા
ગુજરાત રાજ્યના ખેડૂતોના હિતાર્થે ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ કરવા કાંતિભાઈ બાવરવાની માંગ
SHARE
ગુજરાત રાજ્યના ખેડૂતોના હિતાર્થે ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ કરવા કાંતિભાઈ બાવરવાની માંગ
મોરબી જીલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસ ખેતરમાંથી ઉપાડી લીધેલ છે અને ખેડૂતોના ઘરમાં કપાસ પડ્યો છે તો પણ હજુ સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર કરવામાં આવેલ નથી માટે ટેકાના ભાવ જાહેર કરી દેવામાં આવેલ છે જો કે, કપાસની ખરીદી કરવામાં આવતી નથી જેથી તાત્કાલિક કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ કરી છે અને આ અંગે તેઓએ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે.
હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં મોટા ભાગે ખેડૂતો કપાસનું વાવેતર કરતા હોય છે. અને આ કપાસ દિવાળી પહેલા ખેતરમાંથી ઉપાડી લેવામાં આવે છે જેથી હાલમાં કપાસ ખેડૂતોના ઘરમાં પડ્યો છે. જેથી આર્થીક નબળા ખેડૂતો યાર્ડમાં કપાસ વેચવા માટે આવી રહ્યા છે તો પણ સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર કરવામાં આવેલ છે. પરંતુ હજુ સુધી ક્યાય પણ ટેકાના ભાવે કપાસની ખરીદી સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ નથી. જેથી ખેડૂત પાસેથી વહેલી તકે ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો આવું કરવામાં નહી આવે તો ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે રજુઅતો કરવામાં આવશે.