મોરબીમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધાનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબીમાં પતિને વારંવાર ફોન કરતી પત્નીને ઠપકો આપતા મહિલાએ અણધાર્યું પગલું ભર્યું આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન છોટે વીરપુર મોરબીમાં આજે જલારામ જયંતીની ઉજવણી નિમિતે કાર્યક્રમોની વણજાર: કેક કટિંગ, મહાઆરતી, શોભાયાત્રા, મહાપ્રસાદ યોજાશે હળવદના માથક ગામે પરણીતાએ અગમ્ય કારણોસર ભર્યું અંતિમ પગલું મોરબીમાંથી દારૂની 6 બોટલ સાથે એક શખ્સ પકડાયો: 6600 નો દારૂ કબ્જે ટંકારામાં સાંથણીમાં મળેલ જમીનના વેચાણ પછી થયેલ વાંધા અરજીને ગ્રાહ્ય રાખીને રેવન્યુ રેકર્ડમાં પડેલ નોંધ રદ્દ વાંકાનેર 108 ટીમે 60 વર્ષના માજીનો જીવ બચાવ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરનાં રાતડીયા ગામે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE



























વાંકાનેરનાં રાતડીયા ગામે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો

હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સૂત્રને સાર્થક કરતા આત્મ નિર્ભર ભારત અભિયાન અંતર્ગત વાંકાનેર તાલુકાનાં રાતડીયા ગામ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય વક્તા તરીકે મોરબી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ હીરેનભાઈ પારેખ હાજર રહ્યા હતા. અને ઘર ઘર સ્વદેશી અભિયાન સાર્થક કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ તકે મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ અશ્ચિનભાઈ મેઘાણી, રાતડીયા ગામનાં સરપંચ રાજુભાઈ મેર, સહકારી આગેવાન ગોપાલભાઈ સારદિયા, ઠીકરીયાળા સરપંચ હકાભાઈ માંડાણી, મેસરીયા સરપંચ હસમુખભાઇ ભુસડીયા, ગુંદાખડા અદેપર સરપંચ બાબુભાઈ હડાણી, સતાપર સરપંચ હીરાભાઈ ઘણાદીયા, તરકીયા સરપંચ જનકભાઈ ડાભી, કાશીપર ચાંચડીયા સરપંચ પ્રેમજીભાઈ માલકીયા,સમઢીયાળા સરપંચ ગગજીભાઈ ઓળકિયા, શેખેરડી સરપંચ ગોરધનભાઈ સરવૈયા,મેસરીયા સહકારી મંડળી ઉપપ્રમુખ પોલાભાઈ હીરાભાઈ , સહકારી આગેવાન વૈરશીભાઈ માલકીયા, રાતડીયા ગામનાં આગેવાન નરશીભાઈ મેર,નારણભાઈ સીધાંભાઈ, બીપીનભાઈ ચૌહાણ, યુવા ભાજપ આગેવાન ચેતનભાઈ ગોસ્વામી, સહકારી આગેવાન હેમંતભાઈ નાકીયા, નરશીભાઈ માલકીયા, ધીરૂભાઈ નાકીયા, સતાપર ઉપ સરપંચ રસીકભાઈ ધરજીયા, શેખેરડી ઉપ સરપંચ રામજીભાઈ સરવૈયા,માધુભાઈ ડાભી, દુલાભાઈ ડોંડા, ઘુઘાભાઈ સાપરા, સોમાભાઈ વાજા, હરેશભાઈ સાપરા સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ હીરેનભાઈ પારેખનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.






Latest News