મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં બુધવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની હાજરીમાં સ્નેહમિલન સાથે જન આક્રોશ સભા યોજાશે


SHARE







મોરબીમાં બુધવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની હાજરીમાં સ્નેહમિલન સાથે જન આક્રોશ સભા યોજાશે

મોરબીમાં બુધવારે કોંગ્રેસના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત પ્રદેશ  કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરી સહિતના આગેવાનો હાજર રહેવાના છે અને સ્નેહમિલન સાથે જન આક્રોશ સભા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર મોરબી જિલ્લામાંથી કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ તેમજ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા તમામ લોકોને આવવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આમંત્રણ આપ્યું છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ જણાવ્યુ હતું કે, તા 29 ને બુધવારે કોંગ્રેસના સ્નેહમિલન અને તેની સાથે જન આક્રોશ સભાનું આયોજન પંચાસર ચોકડી પાસે આવેલ ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જનતાના હક્ક, ન્યાય અને બદલાવના સંકલ્પ લેવામાં આવશે અને ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભાના વિપક્ષ નેતા તુષારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને મહમદજાવેદ પીરઝાદા સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે સ્નેહમિલન અને જન આક્રોશ સભામાં કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યક્રરોને હાજર રહેવા માટે તેમજ વધુમાં વધુ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકોને આવવા માટે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ આમંત્રણ આપ્યું છે.






Latest News