મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન


SHARE







આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન

મોરબીમાં જલારામ બાપાની 226 મી જન્મજયંતિ નિમિતે શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી-દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા 29 ને બુધવારના રોજ બપોરે 2:30 કલાકે મોરબીમાં આવેલ શ્રી દરિયાલાલ પ્રભુજીના મંદિરથી શોભાયાત્રા શરૂ કરવામાં આવશે અને ત્યાર બાદ નહેરુ ગેઈટ ચોક, શાક માર્કેટ, ગાંધીચોક, વસંત પ્લોટ, રવાપર રોડ, બાપા સીતારામ ચોક, નવા બસસ્ટેન્ડ, સરદાર બાગ, અયોધ્યા પુરી રોડ થઈને જલારામ મંદિર ખાતે આ શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવશે.

મોરબીમાં જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ દ્વારા આજે જલારામ જયંતિ નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રાનું શહેરમાં ઠેરઠેર સ્વાગત તેમજ જલારામ બાપાનું પૂજન કરવામાં આવશે,  બાપા સિતારામ ચોક ખાતે સુપ્રસિધ્ધ કલાકારોના લાઈવ પર્ફોમન્સ સાથે મહાઆરતી તેમજ સરદાર બાગ ખાતે વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા આરતી કરવામાં આવશે. તેમજ શહેરના નગર દરવાજા ચોકમાં અને નવા બસ સ્ટેશન ખાતે આતશબાજી કરાશે. આ શોભાયાત્રામાં નાસિક ઢોલજલારામ બાપાનો રથડી.જેલાઈવ રોટલા પ્રસાદ તેમજ રામ દરબારશિવ દરબાર અને જલારામ બાપા તેમજ વીરબાઈ માઁ નો વેશ ધારણ કરીને બાળકો આવશે તે આકર્ષણનું કેન્દ્ર બનશે.  શોભાયાત્રાને સફળ બનાવવા  માટે શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતીની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને આ શોભાયાત્રામાં તમામ રઘુવંશીઓને જોડાવા માટે આયોજકોએ આહવાન કર્યું છે.






Latest News