મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/ કર્મચારીઓએ એકતા શપથ લીધા


SHARE







મોરબીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/ કર્મચારીઓએ એકતા શપથ લીધા

૩૧ ઓક્ટોબરે અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. દેશભરમાં વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/ કર્મચારીઓ એકતા શપથ લીધા હતાં. જેમાં દેશની અખંડિતતા અને દેશવાસીઓની એકતા જાળવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તો મોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા તથા દેશમાં એકતાની ભાવના વધુ મજબૂત બને તેવા સંકલ્પ સાથે એકતા શપથ ગ્રહણ કર્યા હતા.






Latest News