મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

કચ્છ  : સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત ટગ ઓફ વોર અને મહિલા બોક્ષ ક્રિકેટનું આયોજન કર્યું


SHARE









કચ્છ  : સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત ટગ ઓફ વોર અને મહિલા બોક્ષ ક્રિકેટનું આયોજન કર્યું

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં “સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫” નો આયોજન કરવા આહ્વાન કરવામાં આવેલ.જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત કચ્છ લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ગત ૨૯ ઓગષ્ટ થી ૨૦ સપ્ટેમ્બર સુધી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા સૌ રમતવીરોને રજીસ્ટ્રેશન કરવા જણાવેલ છે.જે અંતર્ગત બહોળી સંખ્યામાં સૌ રમતવીરો દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ છે.


“સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫” નો ૨૧ સપ્ટેમ્બરથી દેશવ્યાપી શુભારંભ થતો હોઈ જેના ભાગરૂપે આજે ભુજ તાલુકાના માધાપર ગામે એમ.એસ.વી.હાઈસ્કુલ ખાતે ટગ ઓફ વોર સ્પર્ધાનું આયોજન તથા વુમન બોક્સ ક્રિકેટનું આયોજન જયુબેલી ગ્રાઉન્ડ મધ્યે કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓ ટગ ઓફ વોર સ્પર્ધા અને વુમન બોક્સ ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું કર્તબ બતાવ્યું હતું.આ પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, વિજુબેન રબારી, મનીષાબેન સોલંકી, રેશ્માબેન ઝવેરી, અશોકભાઈ હાથી, વિશાલભાઈ ઠક્કર, જયંતભાઈ ઠક્કર, વિનુદાનભાઈ ગઢવી, નિલયભાઈ ગોસ્વામી, જગદીશભાઈ માધાપરિયા, મનોજભાઈ લુંહાર,  હિરેનભાઈ રાઠોડ, દીપકભાઈ સીજુ, કિશનભાઈ બિજલાની, ભરતભાઈ મહેશ્વરી, વિષ્ણુભાઈ ચૌધરી, અનિલભાઈ છાત્રાળા, કુલદીપસિંહ જાડેજા, ડૉ. ડી.એલ.ડાકી, પુજાબેન ઘેલાણી, આશીકાબેન ભટ્ટ, વિજયભાઈ રાજપૂત, ઉપસ્થિત રહી રમત વીરોને પ્રોત્શાહન આપ્યું હતું.રીતેનભાઈ ગોરએ સંચાલન સંભાળ્યું હતું.




Latest News