તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં રહેતા યુવાનને વતન યાદ આવતું હોય ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં નેશનલ હાઈવે રોડ ઉપર બે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 3 વ્યક્તિ સારવારમાં વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલી ઇકો ગાડીની ડુપ્લીકેટ ચાવીથી ચોરી, મોરબીમાંથી બાઈક ચોરાયુ મોરબીમાં લઘુશંકા કરવા માટે થઈને ગયેલ યુવાનનું માથું ખાનગી બસના પાછળના ઝોટામાં આવી જતા ઘટના સ્થળે જ મોત: 4 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીક બનાવેલ ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ, સમાજનું સ્નેહમિલન અને રાજ્ય મંત્રીનો સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબી નજીક બનાવેલ ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ, સમાજનું સ્નેહમિલન અને રાજ્ય મંત્રીનો સન્માન સમારોહ યોજાયો

મોરબીના રાજકોટ હાઇવે પર કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત ઉમા સંસ્કાર ધામનું નિર્માણ થયેલું છે જેનો મોરબી પ્રથમ પાટોત્સવ, સમાજનું સ્નેહમિલન અને રાજ્ય મંત્રીના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગેવાનો, ઉદ્યોગકારો તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા.

ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ યોજાયો હતો જેમાં આગેવાનોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ઉમા સંસ્કાર ધામ ખાતે ઉમા આદર્શ લગ્ન વ્યવસ્થાનો લાભ લઈને 389 જેટલા લગ્ન કરવવામાં આવ્યા છે અને તેમાંથી પ્રેરણા લઈને અન્ય સમાજે પણ આવી વ્યવસ્થા શરૂ કરેલ છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા સમાજ ઉપયોગી જે કામ કરવામાં આવે છે તેની માહિતી લોકોની સમક્ષ મૂકવામાં આવી હતી. ત્યાર બાદ તાજેતરમાં મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને શ્રમ, કૌશલ, રોજગાર વિભાગના રાજયકક્ષાના મંત્રી તરીકે નિયુક્તિ થતા સમસ્ત પાટીદાર સમાજ વતી એમનું અદકેરું સન્માન કરાયું હતું, અને મંત્રી તેમજ આગેવાનોના હસ્તે ઉમા સંસ્કાર ધામ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય માહિતીને લોકો સુધી પહોચડવા માટે "ઉમા સંસ્કાર દર્શન" ત્રિમાસિક અંકનું વિમોચન કરવામાં આવ્યુ હતું,

આ કાર્યક્રમમાં બેચરભાઈ હોથીએ લોકોનું શાબ્દિક સ્વાગત કરીને નુતનવર્ષની શુભેચ્છા પાઠવી હતી, ત્યારબાદ ત્રમ્બકભાઈ ફેફરે સંસ્થાની જાણકારી આપી હતી, તો દિનેશભાઈ વડસોલાએ સેવાકીય પ્રકલ્પોની માહિતી લોકોને આપી હતી. આ કાર્યક્રમમાં જેરામભાઈ વાંસજાળિયા, જયસુખભાઈ પટેલ, પ્રકાશભાઈ વરમોરા (ધારાસભ્ય)ઉમા સંસ્કાર ધામની સેવાને બિરદાવી હતી, ત્યાર બાદ દાતાઓનું મહાનુભાવોના હસ્તે અદકેરું સન્માન કરાયું હતું, આ કાર્યક્ર્મમાં સમગ્ર મોરબી જિલ્લામાંથી કડવા પાટીદાર પરિવારના શ્રેષ્ઠીઓ, દાતાઓ, જુદીજુદી સંસ્થાના અગ્રણીઓ, સિરામિક એસો. આગેવાનો, ઉદ્યોગકારો સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર, ચેરમેન એ.કે.પટેલ તેમજ અરુણભાઈ વિડજા વગેરેએ જહેમત ઉઠાવી હતી, અને કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલા અને એમ.વી.દલસાણીયાએ કર્યું હતું.






Latest News