મોરબી શહેર-માળીયા તાલુકામાં જુદીજુદી પાંચ જગ્યાએ દારૂની રેડ: દેશી-વિદેશી દારૂ સાથે આરોપી પકડાયા
મોરબીમાં આગમી ઉતરાયણના દિવસે મહારાણા પ્રતાપ સર્કલ પાસે પણ પક્ષી સારવાર કેન્દ્ર કાર્યરત કરાશે
SHARE
મોરબીમાં આગમી ઉતરાયણના દિવસે મહારાણા પ્રતાપ સર્કલ પાસે પણ પક્ષી સારવાર કેન્દ્ર કાર્યરત કરાશે
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આગામી ઉત્તરાયણના દિવસે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે પક્ષી સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવશે.
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી ઘાયલ થતા અબોલ પક્ષીઓની સારવાર માટે પક્ષી બચાવો અભિયાન કરવામાં આવશે જેમાં છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના રવાપર રોડ ઉપર પક્ષી સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવે છે. જ્યાં ૧૫૦ થી વધુ પક્ષીઓની સધન સારવાર કરવામાં આવે છે. તેમજ હવે આગામી ઉત્તરાયણમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના સામાકાંઠે વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે પક્ષી સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવશે. જેથી મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક અને સમયસર સારવાર મળી શકે. વધુ માહીતી માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોબાઇલ નંબર ૭૫૭૪૮ ૮૫૭૪૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.