મોરબીમાં આગમી ઉતરાયણના દિવસે મહારાણા પ્રતાપ સર્કલ પાસે પણ પક્ષી સારવાર કેન્દ્ર કાર્યરત કરાશે
મોરબી જિલ્લા પંચાયતની સામન્ય સભામાં 9 કરોડથી વધુના વિકાસ કામોને સૌદ્ધાંતિક મંજૂર: સરકાર ખેડૂતોની ચિંતા કરે જ છે, વિપક્ષના નેતાની માંગણીની અવગણના
SHARE
મોરબી જિલ્લા પંચાયતની સામન્ય સભામાં 9 કરોડથી વધુના વિકાસ કામોને સૌદ્ધાંતિક મંજૂર: સરકાર ખેડૂતોની ચિંતા કરે જ છે, વિપક્ષના નેતાની માંગણીની અવગણના
મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં 16 એજન્ડા લેવામાં આવ્યા હતા અને કુલ 9 કરોડથી વધુના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આ બેઠકમાં આપવામાં આવી હતી. અને જિલ્લા પંચાયતના વિપક્ષના નેતાએ જીલ્લામાં પડેલા કમોસમી વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થાય તથા તેઓને અગાઉની જેમ પાક વીમો શરૂ થાય તે માટે જિલ્લા પંચાયતમાં ઠરાવ કરવાની માંગ કરી જોકે સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને સરકાર ખેડૂતોની ચિંતા કરે છે જેથી વિપક્ષના નેતાએ કરેલ માંગને અવગણીને આવો કોઈ ઠરાવ જિલ્લા પંચાયતની બેઠકમાં કરવામાં આવ્યો ન હતો
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતમાં સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં છેલ્લા બે મહિનાથી અટકેલા વિકાસ કામોને સૈદ્ધાંતિક મજૂરી આપવામાં આવી હતી તેમજ સ્વભંડોળમાંથી જે કામો કરવાના હતા તે બાબતે ડીડીઓ દ્વારા વિકાસ કમિશનરમાંથી અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો જે અભિપ્રાય આપવામાં વિલંબ થવાના કારણે વિકાસ કામો અટવાયેલા હતા જો કે, આ બેઠકમાં કુલ મળીને 9.21 કરોડના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણી દ્વારા કમોસમી વરસાદને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા પંચાયત દ્વારા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને ખેડૂતોનું તમામ દેવો માફ થાય અને ખેડૂતોને અગાઉની જેમ પાક વીમો આપવામાં આવે તેવો ઠરાવ કરવા માટેની માંગ કરી હતી. પરંતુ શાસક પક્ષના સભ્યો દ્વારા આ માંગની સામે વિરોધ વ્યક્ત કરીને સરકાર દ્વારા તાજેતરમાં 10,000 કરોડનું ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેવી વાત કરવામાં આવી હતી અને ખેડૂતની ચિંતા સરકાર દ્વારા કરવામાં આવે છે એટલા જ માટે ખેડૂતો માંગે તે પહેલા તેના માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેવી લાગણી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી દ્વારા વ્યક્ત કરવામાં આવતી આવી હતી
મોરબી જિલ્લા પંચાયત હસ્તક્નો લીલાપર ચોકડીથી રાતીદેવડી સુધીનો રસ્તો સ્ટેટ હાઈવે સોંપવામાં આવ્યો: ઝાહીરઅબ્બાસ સેરસીયા
મોરબી જિલ્લા પંચાયતની રાતીદેવડી બેઠકના ચૂંટાયેલા સભ્યો ઝાહીરઅબ્બાસ યુસુફભાઈ સેરસીયા દ્વારા મોરબીમાં લીલાપર ચોકડીથી લઈને વાંકાનેરના રાતીદેવડી સુધીનો રસ્તો છે જે અત્યાર સુધી જિલ્લા પંચાયતમાં હતો તેને સ્ટેટ આરએન્ડબીમાં આપી દેવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને મંજૂર કરવામાં આવેલ છે.
મોરબીના લીલાપરથી વાંકાનેર તરફ જવા માટેનો આ રસ્તો લગધીનગર, અદેપર, પંચાસીયા થઈને રાતીદેવડી પાસે નીકળ છે જેને હવે સ્ટેટ આરએન્ડબીને સોંપવામાં આવેલ છે વધુમાં માહિતી આપતા તેમણે જણાવ્યુ હતું કે, આ રસ્તો શરૂ થવાથી નેશનલ હાઈવે રોડ ઉપરનો ટ્રાફિક ઘટી જશે તેમજ લોકોની સુવિધામાં વધારો થશે સાથોસાથ લોકોને આર્થિક ફાયદો થશે, મુસાફરીના કિલો મીટર ઘટી જશે. આટલું જ નહીં નેશનલ હાઈવે રોડ ઉપર ભારે વાહનો સતત દોડતા હોવાના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા હોય છે જોકે, સ્ટેટ હાઇવે દ્વારા આ રોડને સ્વીકારીને આગામી સમયમાં રોડની પહોળાઈ વધારવામાં આવશે જેથી લોકોને અવર-જવરમાં પણ સરળતા રહેશે અને અકસ્માતોનું પ્રમાણ પણ ઘટશે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી.