માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી શહેર-માળીયા તાલુકામાં જુદીજુદી પાંચ જગ્યાએ દારૂની રેડ: દેશી-વિદેશી દારૂ સાથે આરોપી પકડાયા


SHARE















મોરબી શહેર-માળીયા તાલુકામાં જુદીજુદી પાંચ જગ્યાએ દારૂની રેડ: દેશી-વિદેશી દારૂ સાથે આરોપી પકડાયા

મોરબી શહેરમાં બે અને માળીયા તાલુકામાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દેશી વિદેશી દારૂ તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂના જથ્થાને કબ્જે કરીને જુદાજુદા પાંચ ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

દારૂની નાની બોટલ કબ્જે

મોરબીના પંચાસર રોડ ઉપર ગીતામંદિર પાસેથી પસાર થઈ રહેલા બાળ કિશોરને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની એક નાની મળી આવતા 140 રૂપિયાની કિંમતની દારૂની બોટલ પોલીસે કબજે કરી હતી અને બાળ કિશોરની પૂછપરછ કરીને તે બાળ કિશોરને તેના વાલીને સોંપી આપવામાં આવ્યો હતો

બિયરના બે ટીન

મોરબીમાં કુળદેવી પાન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 2200 ની કિંમતના બિયરના જથ્થાને કબજે કર્યો હતો અને આરોપી અર્જુન ઉર્ફે નવઘણ પ્રવીણભાઈ પરમાર (20) રહે. વિદ્યુતનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

ખાખરેચીમાંથી દારૂની નાની ત્રણ સાથે એક પકડાયો

માળીયા મીયાણાના ખાખરેચી ગામે ગૌશાળા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની ત્રણ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 750 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે આલીભાઈ ઉર્ફે મહેશ રોહિતભાઈ પાટડીયા (20) રહે. જુના ખાખરેચી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી દારૂ

માળીયા મીયાણાના નવાગામમાં બજારમાંથી સ્કૂટર નંબર જીજે 5 કેએ 4999 લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને ચેક કરવામાં આવતા તેની પાસેથી 18 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી 3600 રૂપિયાની કિંમતનો દારૂ તથા 10,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 13,600 ની કિંમતના મુદ્દામાલ સાથે જાવેદભાઈ કરીમભાઈ જામ (22) રહે. નવાગામ તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધવામાં આવેલ છે

દેશી દારૂની ભઠ્ઠી

માળીયા મિયાણાના નવાગામ નજીક નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવ માટે ઉપયોગમાં લેવામાં આવતો 200 લીટર આથો તેમજ 100 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી અન્ય મુદ્દામા સહિત કુલ મળીને 25,150 ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે અફઝલભાઈ મુબારકભાઈ પઠાણ (19) રહે. રણછોડનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News