મોરબીના નવલખી પોર્ટ ઉપર પડેલ કોલસાની ચોરીની પ્રયાસ અંગે ચાર સામે ફરિયાદ નોંધાઇ
માળીયા(મિં.) પોલીસે મોટા દહીસરા ગામે રહેણાંક મકાનમાંથી દારૂની ૧૩ બોટલો સાથે એકને દબોચ્યો, એકની શોધખોળ
SHARE
માળીયા(મિં.) પોલીસે મોટા દહીસરા ગામે રહેણાંક મકાનમાંથી દારૂની ૧૩ બોટલો સાથે એકને દબોચ્યો, એકની શોધખોળ
માળીયા મીંયાણા પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે પોલીસ સ્ટાફે મોટા દહીસરા ગામે મંદિર વાળી શેરીમાં રહેતા ઇસમને ત્યાં રેડ કરી હતી ત્યારે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૧૩ બોટલ બોટલો મળી આવી હતી.જેથી હાલમાં એક ઈસમની ૧૩ બોટલ દારૂ સાથે ધરપકડ કરવામાં આવી છે અને તેણે જે ઇસમની પાસેથી 'માલ' લીધો તે ફડસરના ઈસમની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
માળીયા મીંયાણા પોલીસે મોટા દહીંસરા ગામે મંદિર વાળી શેરીમાં રહેતા ભરતસિંહ બટુકસિંહ જાડેજા દરબાર (૩૭) ના રહેણાક મકાનમાં બાતમીના આધારે રેડ કરી હતી ત્યારે પોલીસને રહેણાંક મકાનમાંથી જુદી-જુદી બે બ્રાન્ડની કુલ મળીને ૧૩ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી રૂપિયા ૬૩૦૦ નો 'માલ' જપ્ત કરીને પોલીસે પકડાયેલા ભરતસિંહની ઉલટ તપાસ કરતા તેણે પોલીસને જણાવ્યું હતું કે, તે આ જથ્થો ફડસર ગામના લાખાભાઈ ઉર્ફે લાખામામા પાસેથી લાવ્યો હોય હાલમાં પોલીસે ભરતસિંહ જાડેજા તેમજ લાખાભાઈ ઉર્ફે લાખામામા રહે.ફડસર સામે ફરિયાદ નોંધીને હાલમાં ભરતસિંહ જાડેજાની ધરપકડ કરી છે તેમજ લાખાભાઈ રહે.ફડસરની પોલીસે શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.
મીતાણા ગામે ભરવાડ યુવાનનું મોત
ટંકારા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મિતાણા ગામે ચામુંડા હોટલની પાછળ રહેતો થોભણભાઇ વજાભાઇ ખીંટ જાતે ભરવાડ નામનો ૪૫ વર્ષીય યુવાનનો મૃતદેહ મિતાણામાં કબ્રસ્તાન સામે આવેલ ખરાબામાંથી મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા ખૂલ્યું હતું કે થોભણભાઈ ભરવાડ પોતાના ઘરેથી પોતાના ઢોર બાંધવાના વાળે ફરતી વાળ કરવા માટે ગયા હતા જ્યાં તેમને હાર્ટએટેક આવી જતાં તેમનું મોત નિપજ્યું હતું અને ડેડ બોડી બે-ત્રણ કલાક તડકામાં પડી રહેવાથી છાતીના ભાગે તેમજ હાથના ભાગે ચામડી ઉતરી ગયેલી હાલતમાં હાર્ટએટેકથી મરણ ગયેલ હાલતમાં તેમના ડેડબોડીને પીએમ અર્થે અહીંની સિવિલમાં ખસેડાયુ હતું.હાલ ટંકારા પોલીસ મથકના એમ.કે.બ્લોચે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”