મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાંથી 1000 મીટર કોપર વાયરની ચોરીના ગુનામાં વધુ સાત આરોપી પકડાયા


SHARE









હળવદ તાલુકામાંથી 1000 મીટર કોપર વાયરની ચોરીના ગુનામાં વધુ સાત આરોપી પકડાયા

હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાં સોલાર પ્લાન્ટમાંથી એક હજાર મીટર કોપરના કેબલ વાયરની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં અગાઉ પોલીસે ચાર આરોપીને પકડ્યા હતા અને હાલમાં પોલીસે આ ગુનામાં વધુ સાત આરોપીને પકડીને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે

હળવદના કવાડિયા ગામે સોલાર પ્લાન્ટની કમ્પાઉન્ડ વોલ ઉપર બાંધેલ ફેન્સીંગ તાર કાપીને અજાણ્યા શખ્સે અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી એક હજાર મીટર કોપરના કેબલ વાયરની ચોરી કરવામાં આવી હતી જેથી 4 લાખના વાયરની ચોરી થઈ હોવાની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી જેથી પોલીસે તાત્કાલિક આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ બનાવની તપાસ હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ પીઆઇ ડી.વી.કાનાણી અને તેના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી હતી અગાઉ આ ગુનામાં સુલતાન ઉર્ફે કાનો ધીરુભાઈ દેકાવાડિયા અને રવિ ઘનશ્યામભાઈ દેકાવાડિયા રહે બંને દેવપર સુખપર તાલુકો હળવદ તથા રાજબહાદુર ઇન્દ્રપાલ રાજપુત રહે. હાલ હળવદ મૂળ રહે. યુપી અને રાજુ ગોપીલાલ ગુર્જર રહે. હાલ નીચી માંડલ મૂળ રહે. રાજસ્થાન વાળાની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારબાદ તપાસનીસ અધિકારીની ટીમ દ્વારા આ ગુનામાં વધુ સાત આરોપીઓને પકડવામાં આવ્યા છે જેમાં પ્રતાપભાઈ ઉર્ફે પીડી દાનુભાઈ લોદરીયા રહે. સુખપર તાલુકો હળવદ તેમજ વિજયભાઈ વિભાભાઈ દેકાવાડિયા, સંજયભાઈ જગાભાઈ દેકાવાડિયા, કરણભાઈ બહાદુરભાઇ પંચાસરા, મુકેશભાઈ પ્રેમજીભાઈ અઘારા, ચંદુભાઈ જગાભાઈ વડેચા અને વિજયભાઈ ઉર્ફે હિતેશ પ્રેમજીભાઈ અઘારા રહે. બધા દેવપર સુખપર વાળાનો સમાવેશ થાય છે અને આ આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.




Latest News