મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહી કરનારને કોર્ટે ડબલ રકમનો દંડ ફટકાર્યો
SHARE
મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહી કરનારને કોર્ટે ડબલ રકમનો દંડ ફટકાર્યો
મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહી કરનારને ડબલ રકમનો કોર્ટે દંડ ફટકારેલ છે.અહીં મહેરબાન જયુ.મેજી.ફ.ક.સાહેબની કોર્ટમા હાથ ઉછીની રકમ પરત નહી આપતા ઘી નેગોશીએબલ ઈન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ની ફરીયાદના કેશનાં આરોપી પ્રકાશભાઈ દેવજીભાઈ કાસુન્દ્રાને કોર્ટે દોષીત ઠરાવીને એક વર્ષની સજા તથા ફરીયાદીને ચેકની રકમના ડબલ રકમ ભરવા દંડ ફટકારવામાં આવેલ છે.અને પૈસા ભરવામાં કસુર થયે તેને વધુ ૯૦ દિવસની સજાનો હુકમ કોર્ટે કરેલ છે.
આ કામના આરોપીને ધંધામાં પૈસાની જરૂરીયાત હોવાથી તેમના સંબધી અમીતભાઈ હસમુઅભાઈ રાચડીયા પાસેથી પૈસા હાથ ઉછીના લીધેલા ત્યારબાદ રકમ પરત માગતા આરોપી પ્રકાશભાઈ દેવજીભાઈ કાસુન્દ્રાએ લેણી રકમ ચુકવવા ચેક આપ્યો હતો.જે ચેક રીટર્ન થતા તેમની સામે નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ની ફરીયાદ દાખલ થયેલ હતી.ત્યારબાદ આરોપી વિરૂધ્ધ કેશ કાર્યવાહી ચાલતા ફરીયાદી વતી મોરબી જીલ્લાના ધારાશાસ્ત્રી નીતીનકુમાર અમૃતલાલ પંડ્યા તથા યાગ્નિકા મનસુખભાઈ દેવમોરારી એ કેસ લડેલ અને તેમા ધારદાર દલીલ કરેલ તેમજ નામદાર હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરેલ જેને ધ્યાને લઈને ગત તા.૪-૧-૨૫ ના રોજ મોરબીના મહેરબાન જયુ મેજી ફ.ક.સાહેબની કોર્ટએ આરોપીને દોષીત ઠરાવી એક વર્ષ સજા તથા ફરીયાદીને ચેકની ડબલ રકમ એટલે કે રૂા.૨૦૦,૦૦૦ ચુકવી આપવાનો દંડ ફરમાવવામાં આવેલ છે.દંડ ભરવામાં કસુર થયેથી આરોપીને વધુ ૯૦ દિવસની સજાનો હુકમ ફરમાવેલ છે.