મોરબી સેવાસદન ખાતે ફાયરના જવાનોની ખાસ પ્રાયોગિક અભ્યાસ તાલીમ યોજાઈ
SHARE
મોરબી સેવાસદન ખાતે ફાયરના જવાનોની ખાસ પ્રાયોગિક અભ્યાસ તાલીમ યોજાઈ
મોરબી મહાનગરપાલિકાના ફાયર સ્ટેશનના ફાયરના જવાનો દ્વારા જિલ્લા સેવાસદન ખાતે ખાસ અભ્યાસ તાલીમ યોજવામાં આવી હતી. જેમાં ખાસ કરીને કોઈ દુર્ઘટના બને તો આ દુર્ઘટના સમયે રાહત બચાવની કામગીરી કઈ રીતે કરવાની હોય છે તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું અને દુર્ઘટનાને નિયંત્રણમાં લાવવા માટે શું શું પગલા લઈ શકાય તેની માહિતી અધિકારી અને કર્મચારીઓને આપવામાં આવી હતી. આ તકે ઇનચાર્જ કલેકટર સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા સહિતનાને આ અભ્યાસ તાલીમનું નિરીક્ષણ કર્યું હતું. સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા તથા ફાયરના જવાનો પ્રાયોગિક અભ્યાસમાં જોડાયા હતા.