મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં જમીન માલિકના ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને વારસાઈ આંબો બનાવીને વેચી નાખવાનું કૌભાંડ, બે સામે નામ જોગ ફરિયાદ: એકની ધરપકડ


SHARE







મોરબીમાં જમીન માલિકના ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને વારસાઈ આંબો બનાવીને વેચી નાખવાનું કૌભાંડ, બે સામે નામ જોગ ફરિયાદ: એકની ધરપકડ

મોરબીના વજેપર વિસ્તારમાં અગાઉ થયેલા જમીન કૌભાંડમાં જમીનના મૂળ માલિકનો પરિવાર હજુ ન્યાય ઝંખી રહ્યો છે તેવામાં વજેપર વિસ્તારમાંથી વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે જેમાં જમીનના મૂળ માલિકના ખોટા બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઈ આંબો બનાવીને જમીનના ખોટા ખાતેદાર બનીને વેચી નાખવાનું કૌભાંડ કર્યું હતું જે અંગેની સમયસર જમીનના મૂળ માલિકના પરિવારજનોને જાણ થઈ જતા તેના દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પૂર્વઆયોજિત કાવતરું રચીને ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરીને ખરા તરીકે ઉપયોગ કરીને વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરનારાઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જે પૈકી પોલીસે હાલમાં એક આરોપીને પકડીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે વિશાલ ફર્નિચરની પાછળના ભાગમાં આવેલ રાફડાની વાડીમાં રહેતા બાબુભાઈ તળશીભાઇ ચાવડા (40એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અમિતભાઈ મોહનભાઈ પરમાર રહે. નવા બસ સ્ટેશન પાછળ રાધા પાર્ક મોરબી તથા દર્શિત પ્રવીણભાઈ મેવાડા રહે. લાયન્સનગર મોરબી અને તપાસમાં જેના નામ ખૂલે તે તમામની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વજેપર સર્વે નંબર 767 પૈકી 2 માં ફરિયાદીની વડીલો પાર્જિત માલિકીની જમીન આવેલ છે.જે જમીનને આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું કરીને મિલનભાઈ પ્રકાશભાઈ ફુલતરીયાને વેચવા માટેનું કૌભાંડ કર્યું હતું અને ફરિયાદીના પિતાના નામના ખોટા બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઈ આંબો બનાવીને સાહે મિલનભાઈ ફુલતરીયાને ખોટા ખાતેદાર તરીકે ઓળખ આપીને આરોપી અમિતભાઈ પરમારે તળશીભાઈ ભગવાનજીભાઈ ચાવડાનું ખોટું નામ ધારણ કરીને તેનો સંપર્ક કર્યો હતો અને ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઈ આંબો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદી તથા સાહેદની સાથે  વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સો સામે નામ જોગ તથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે અને હાલમાં આ જમીન કૌભાંડમાં એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આરોપી અમિતભાઈ મોહનભાઈ પરમાર હાલ રહે.નવા બસ સ્ટેશન પાછળ રાધા પાર્ક-૨ મોરબી મૂળ રહે.પંચેશ્વરી ચોક કપતીયાણા જી.પોરબંદર ની ધરપકડ કરવામાં આવી છે.અને તેના રિમાન્ડ લેવા માટેની પોલીસે તજવીજ હાથ ધરી છે.






Latest News