માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલમાં એકી સાથે ત્રણ ગંભીર રોગોથી પીડાતા વૃદ્ધ દર્દીની સફળતા સારવાર કરાઇ


SHARE















મોરબીની આયુષ હોસ્પિટલમાં એકી સાથે ત્રણ ગંભીર રોગોથી પીડાતા વૃદ્ધ દર્દીની સફળતા સારવાર કરાઇ

મોરબી જિલ્લામાં ક્રિટિકલ કેર ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા આયુષ હોસ્પિટલ અને ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક દર્દીને હૃદય, કિડની અને ફેફસામાં એક સાથે લાગુ પડેલા ગંભીર રોગોની સફળતા પૂર્વક સારવાર કરવામાં આવેલ છે.

મોરબીની આયુષ હોસ્પિટલમાં 75 વર્ષના વૃદ્ધ દર્દી ડો. સત્યજીતસિંહ જાડેજા પાસે સારવારમાં દાખલ થયા હતા જ્યારે દર્દી દાખલ થયા ત્યારે તેમને ખૂબ શ્વાસ ચડવો, પેશાબ આવતો બંધ થય જવો, ગભરામણ થવી જેવી અનેક તકલીફો હતી. આગળ તપાસ કરતા જણાયુ કે દર્દીનું હૃદય ખુબજ નબળું પડી ગયું હતુ, હૃદયનું પંપીંગ કાર્ય માત્ર 20 % હતું, કિડની પર ડેમેજ થયું હતુ, પલ્મોનરી ઇડિમા થયુ હતું,  પેશાબની કોથળીમાં ચેપ લાગેલો હતો, ઈલેક્ટ્રો લાઇટ્સનુ નોર્મલ લેવલ ડિસ્ટર્બ થઈ ગયુ હતુ. આમ આવી અનેક ગંભીર બીમારી હોવા છતા ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા દર્દીની સારવાર ખૂબ જ સફળતા પૂર્વક થતા દર્દીની માત્ર 5 દિવસ માં હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. આમ મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલ અને ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા અનેક ક્રિટિકલ દર્દીઓ ની ખૂબ સફળતાપૂર્વક સારવાર થતા દર્દીઓ ને નવજીવન મડયુ છે.






Latest News