માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષા તરીકે શ્રીમતિ ધનેશ્રીબેન ભટ્ટની નિમણૂક


SHARE















સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષા તરીકે શ્રીમતિ ધનેશ્રીબેન ભટ્ટની નિમણૂક

સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષા તરીકે શ્રીમતિ ધનેશ્રીબેન ભટ્ટની નિમણૂકની ઘોષણા અખિલ ભારતીય અધિવેશન, કોઇમ્તુર ખાતે કરવામાં આવી છે. આ પ્રસંગે અધિવેશનમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી 34 કાર્યકર્તાઓ ગયા હતા. તેમાં 8 સંસ્કૃત પરિવાર પણ સામેલ હતા. સંસ્કૃતા નિરાગીઓનો મહાસંગમ સંસ્કૃતભારતીના અધિવેશનમાં જોવા મળ્યો હતો.

સમગ્ર દેશ વિદેશમાંથી સંસ્કૃત પ્રેમીઓ, વિદ્વાનો, શિક્ષણવિદો, સંસ્કૃતિ રક્ષકો, સંસ્કૃત કુટુંબોએ ભાગ લીધો હતો. સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યકર્તાઓ અને સંસ્કૃત પ્રેમીઓમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો ધનેશ્રીબેન ભટ્ટ ગુજરાતમાં સંસ્કૃત ભારતીની શરૂઆતથી જ સંગઠન સાથે સક્રિયપણે જોડાયેલા છે અને તેમણે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે અથાક પ્રયાસો કર્યા છે.

ધનેશ્રીબેનનો સંસ્કૃત સેવાનો પ્રવાસ પ્રેરણાદાયી છે. તેમણે સંસ્કૃત ભારતીમાં સામાન્ય નગર સંયોજકથી લઈને પ્રાંત સ્તરના વિવિધ દાયિત્વો સફળતાપૂર્વક નિભાવ્યા છે. વિશેષ ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012થી 2024 સુધી તેમણે કેનેડામાં રહીને પણ સંસ્કૃત ભાષાના પ્રચાર માટે ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે. આ દરમિયાન તેમણે વિદેશની ધરતી પર સંસ્કૃતના મૂલ્યો અને મહત્ત્વને લોકો સુધી પહોંચાડવાનું મહત્ત્વનું કાર્ય કર્યું હતું. તેમની આ સેવાઓએ સંસ્કૃત ભારતીના વૈશ્વિક વિસ્તરણમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.ધનેશ્રીબેનનો અનુભવ અને સમર્પણ સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યકર્તાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. તેમની નવી ભૂમિકામાં તેઓ સંસ્કૃત ભાષાના પ્રચાર, સંગઠનના વિસ્તરણ અને યુવા પેઢીને સંસ્કૃત સાથે જોડવાના કાર્યને વધુ ગતિ આપશે એવી આશા છે.

આ પ્રસંગે સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ સુકાન્ત સેનાપતિજી, પ્રાંત મંત્રી પંકજભાઈ ત્રિવેદી, સહમંત્રી પ્રણવભાઈ રાજ્યગુરુ, સંસ્કૃત ભારતીના ટ્રસ્ટી વિઠ્ઠલભાઈ વાગડિયા, વલ્લભભાઈ સીદપરા, પંકજભાઈ પાંચાણી, પ્રાંત ગણના સદસ્યો તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના તમામ કાર્યકર્તાઓએ ધનેશ્રીબેનને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત ધનેશ્રીબેનના નેતૃત્વમાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને સાંસ્કૃતિક જાગૃતિના કાર્યને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કટિબદ્ધ છે. એવું સંસ્કૃત ભારતીના પ્રાંત પ્રચાર પ્રમુખ ડો. કિશોરભાઈ શેલડીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.






Latest News