મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

હળવદ: સગીરાના અપહરણના ગુનામાં 15 વર્ષે આરોપી નરાળી ગામેથી પકડાયો


SHARE









હળવદ: સગીરાના અપહરણના ગુનામાં 15 વર્ષે આરોપી નરાળી ગામેથી પકડાયો

હળવદ તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જે ગુનામાં આરોપી નાસતો ફરતો હતો જે આરોપીને 15 વર્ષે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે નરાળી ગામેથી ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી માટે આરોપીને હળવદ પોલીસ હવાલે કરેલ છે.

મોરબી જીલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ ગુમ થયેલ કે પછી અપહરણ થયેલ બાળકોને શોધવા માટે કામ કરી રહી છે તેવામાં હળવદ તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની વર્ષ 2011 માં ફરિયાદ નોંધાયેલ હતી જો કે, આરોપી પકડાયેલ ન હતો અને  સગીરાનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી તેને શોધવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં આ ગુનામાં સંડોવાયેલ આરોપી અને ભોગ બનનાર સગીરા ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામની સીમમાં હોવાની બાતમી મળી હતી જેથી પોલીસ તાત્કાલિક ત્યાં પહોચી હતી અને આરોપી ગીરધર ઉર્ફે ગીધાભાઈ લાભુભાઈ કોળી રહે. નરાળી તાલુકો ધ્રાંગધ્રા વાળાને ઝડપી લીધે હતો અને તેની સાથે ભોગ બનેલ સગીરા પણ મળી આવી હતી જેથી પોલીસે તેને કબજામાં લઈને આગળની કાર્યવાહી કરી હતી અને આરોપીને આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસ હવાલે કરેલ છે.




Latest News