હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

માળીયા પોલીસે બાતમી આધારે ૧૧૪૦ બોટલ ભરેલ ટેમ્પો સાથે એકને દબોચ્યો, એકની શોધખોળ


SHARE

















માળીયા પોલીસે બાતમી આધારે ૧૧૪૦ બોટલ ભરેલ ટેમ્પો સાથે એકને દબોચ્યો, એકની શોધખોળ

મોરબી જીલ્લાના માળીયા(મિં.) પોલીસને મળેલ બાતમીના આધારે તેઓએ વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી મુજબની ટેમ્પો નીકળતા તેને અટકાવીને તલાસી લેવામાં આવતા ટેમ્પોમાંથી ૧૧૪૦ બોટલ વિદેશી દારૂ મળી આવતા દારૂનો જથ્થો તેમજ ટેમ્પો અને મોબાઇલ એમ કુલ મળીને ૬.૩૦ લાખના મુદ્દામાલ સાથે હાલમાં એક બુટલેગરની ધરપકડ કરવામાં આવેલ છે.જ્યારે એકનું નામ ખૂલતા હવે તેની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ જીલ્લાભરમાં દારૂ-જુગારની બદીને સદંતર નાબૂદ કરવા સુચના કરેલ હોય ડીવાયએસપી રાધિકા ભારાઇ તથા સીપીઆઇ એમ.આર.ગોઢણીયાના માર્ગદર્શન હેઠળ માળીયા પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે માળીયા (મિં.) નેશનલ હાઇવે પરથી એક અશોક લેલન્ડ ટેંપો નિકળવાનો છે તેના ઠાઠામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવાયો છે તેથી પીએસઆઇ એન.એચ.ચુડાસમાએ વોચ ગોઠવતા બાતમી મુજબનો અશોક લેલન્ડ કંપનીનો ટેંમ્પો નંબર જીજે ૩૬ ટી ૫૮૫૯ નિકળતા તેને અટકાવીને તલાલી લેવાતા તેમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની જુદીજુદી બ્રાન્ડની કુલ ૧૧૪૦ બોટલો કિંમત રૂા.૪,૨૭,૫૦૦ નો જથ્થો મળી આવતા અશોક લેલન્ડ ટેંપોમાંથી ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા આરોપીને ઇગ્લીશ દારૂના જથ્થા સાથે પકડીને માળીયા(મિં.) પોલીસે ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે.હાલમાં ૧૧૪૦ બોટલ વિદેશી શરાબ તેમજ રૂા.બે લાખની કિંમતનો ટેમ્પો તેમજ રૂા.બે હજારની કિમતનો વિવો કંપનીનો મોબાઇલ એમ કુલ મળીને રૂા.૬,૨૯,૫૦૦ ની કિંમતના કુલ મુદામાલની સાથે સ્થળ ઉપરથી પોલીસે બુટલેગર સંદિપભાઇ માવજીભાઇ મેરજા જાતે પટેલ (ઉ.વ.૪૦) રહે.મહેન્દ્રનગર જય ભગવાન પ્લોટ તા. જી.મોરબીને પકડી પાડેલ છે અને દારૂ કેશમાં પંકાયેલ બુટલેગર વિજયભાઇ જયંતીભાઇ અઘારા રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબીનું નામ ખુલતા તેને પકડવા તજવીજ શરૂ કરેલ છે.રેડની કામગીરી પીએસઆઇ ચુડાસમા તેમજ સ્ટાફના ક્રિપાલસિંહ ચાવડા, સંજયભાઇ રાઠોડ, ભગીરથસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજાએ કરી હતી




Latest News