મોરબીમાં અમિત શાહ કમલમના ઉદઘાટન માટે આવવાના હોય તેના આયોજન માટે મિટીંગ યોજાઇ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે મંત્રીની હાજરીમાં બેઠક યોજાઇ
SHARE
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે મંત્રીની હાજરીમાં બેઠક યોજાઇ
મોરબી જિલ્લા કમલમ કાર્યાલયનું આગામી તારીખ 21 ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન થવાનું છે ત્યારે આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે હાલમાં ભાજપ પરિવાર દ્વારા જુદી જુદી જગ્યા ઉપર મીટીંગોનું આયોજન કરવામાં આવ્યું છે દરમ્યાન મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, શહેર ભાજપના માજી પ્રમુખ લાખાભાઈ જારીયા, પ્રદીપભાઈ વાળા, જયંતીભાઈ પટેલ, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિસીપભાઈ કૈલા, શહેર ભાજપના મહામંત્રી ભુપતભાઈ જારીયા અને ભાવેશભાઈ કંઝારિયા સહિતના આગેવાનોની હાજરીમાં મોરબી શહેર ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ પાલિકાના માજી સભ્યો સહિતનાઓની હાજરીમાં બેઠક યોજાઇ હતી જેમાં આગમી તા 21 ના રોજ યોજાનાર કાર્યક્રમ યાદગાર બની રહે તે માટે તન મન ધનથી ભાજપના સૈનિકોને કામે લાગી જવા માટે હાકલ કરવામાં આવી હતી. આવી જ રીતે મોરબીના વીસીપરા વિસ્તારમાં મનુભાઈ સારેસાના નિવાસ સ્થાન ખાતે ભાજપના આગેવાનોની હાજરીમાં ભાજપના કાર્યક્રરોની બેઠક યોજાઇ હતી.