હળવદના શિવપુર ગામ નજીક સ્કોર્પિયોના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીના લખધીરપુર રોડ ઉપર યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
SHARE
મોરબીના લખધીરપુર રોડ ઉપર યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
મોરબી તાલુકાના લગધીરપુર રોડ ઉપર આવેલ કારખાનાના ક્વાર્ટરમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતુ ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લગધીરપુર રોડ પર આવેલ સનારીયા કંપની ખાતે રહેતા અને મજૂરી કામ કરતા મોહિતભાઈ રાજુભાઈ વર્મા (21) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને ધરમવીર મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને મૃતક યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ એન.એસ. મેસવાણીયા ચલાવી રહ્યા છે.
મેઘપર ઝાલા ગામની વાડીમાંથી 1900 લિટર આથો અને 40 લિટર દેશીદારૂ કબ્જે, આરોપીની શોધખોળ
ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની આથમણી તરીકે ઓળખાતી રવિરાજસિંહ ઝાલા ની કબજા વાળી વાડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે તે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1900 લીટર આથો તથા 40 લીટર દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળી આવતા પોલીસે 46,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રવિરાજસિંહ અમરસંગ ઝાલા રહે. મેઘપર ઝાલા તાલુકો ટંકારા વાળા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.