મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ ગામ નજીક કેનાલ ઉપરથી ખેડૂતોની 12 ઈલેક્ટ્રીક મોટરોની ચોરી


SHARE







હળવદના સુસવાવ ગામ નજીક કેનાલ ઉપરથી ખેડૂતોની 12 ઈલેક્ટ્રીક મોટરોની ચોરી

હળવદના સુસવાવ ગામની ગોરાસરી નામે ઓળખાતી સીમમાંથી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે અને તેમાંથી પાણી ખેંચવા માટે થઈને ખેડૂતો દ્વારા ઈલેક્ટ્રીક મોટરો ફીટ કરવામાં આવી હતી જે પૈકીની કુલ મળીને 12 ઇલેક્ટ્રીક મોટરોની ચોરી કરવામાં આવેલ છે જેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી બે ફરિયાદ લઈને પોલીસે ચોરીની ઘટનાને અંજામ આપનારા શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદના સુસવાવ ગામે ગોરાસરી નામે ઓળખાતી સીમમાંથી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે અને તે કેનાલ ઉપર ઈશ્વરનગર ગામે રહેતા લાલજીભાઈ પ્રેમજીભાઈ માકાસણા અને અન્ય ખેડૂતો દ્વારા કેનાલમાંથી પાણી ખેંચવા માટે થઈને અલગ અલગ હોર્સ પાવરની ઇલેક્ટ્રીક મોટરો ફીટ કરી હતી જે પૈકીની છ ઈલેક્ટ્રિક મોટરની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી લાલજીભાઇ માકાસણાકુલ મળીને 1.15 લાખની કિંમતની ઇલેક્ટ્રીક મોટરોની ચોરી થઈ હોવાની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે.

આવી જ રીતે હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા વિનોદભાઈ શામજીભાઈ સોનાગ્રા (41)હળવદ પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેઓએ અને અન્ય ખેડૂતોએ ગામની સીમમાં આવેલ કેનાલમાંથી પાણી ખેંચવા માટે અલગ અલગ હોર્સ પાવરની ઇલેક્ટ્રીક મોટરો ફિટ કરી હતી તે પૈકી 6 મોટરોની ચોરી કરવામાં આવે છે જેથી 1.10 લાખની કિંમતની ઇલેક્ટ્રીક મોટરોની ચોરી થઈ છે જેથી યુવાનને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હોટલના સંચાલક સામે કાર્યવાહી

હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ રાધે ઇન હોટલમાં આવતા જતા ગ્રાહકોની સંચાલક દ્વારા રજીસ્ટરમાં કરેલ એન્ટ્રીની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવતી ન હતી જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય હળવદ પોલીસ દ્વારા ત્યાં કામ કરતા નરેશકુમાર લાલુજી પટેલ (27) રહે. રાધે ઇન હોટલ હળવદ માળિયા હાઇવે મૂળ રહે. રાજસ્થાન વાળાની સામે ગુનો નોંધીને તેને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News