મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત લુહાર સમાજના આરોગ્યની સુખાકારી માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજયો


SHARE







મોરબીમાં સમસ્ત લુહાર સમાજના આરોગ્યની સુખાકારી માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજયો

મોરબીમાં સમસ્ત લુહાર સમાજ સમિતિ દ્વારા તાજેતરમાં લુહાર જ્ઞાતિબંધુઓ માટે નિઃશુલ્ક સર્વરોગ મેડિકલ કેમ્પ, આર્યુવેદિક દવા કેમ્પ, ફિજીયોથેરાપી સારવાર, તથા ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું શ્રી મચ્છુકઠિયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ અને ભોજશાળા મોરબી યુનિટ-૨, શનાળા રોડ, સત્યમ પાન વાળી શેરી સરદાર બાગ સામે મોરબી ખાતે આયોજન કર્યું હતું.

આ કેમ્પનો લુહાર સમાજના આશરે 245 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં સર્વરોગ નિદાનમાં 116, ફિજિયોથેરાપી નિદાનમાં 79 અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પમાં 54 લોકોએ ભાગ લીધો હતો. આ કૅમ્પમાં ડો. રાજશ્રી પરમાર, ડો.સુનીલ કાચરોલા, ડો.સાવન પિઠવા, અજય પિત્રોડા, ડો. ભાવિકા કવૈયા, ડો. સંકેત પિત્રોડાએ સેવા આપી હતી. કેમ્પની મોરબી, વાંકાનેર અને ટંકારાના લુહારજ્ઞાતિ અગ્રણીઓ મુલાકાત લીધી હતી. આ કેમ્પનું અયોજન શ્રી મચ્છુકઠિયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ અને ભોજશાળા મોરબી તથા LYS-SS ગૃપ "સિંહસ્થ સેના" ગુજરાત પ્રદેશ ટીમ દ્વારા કરાયું હતુ. અને સાથે લુહાર સમાજ મોરબીના વિશ્વકર્મા શિક્ષણ અને ઉત્સવ સમિતિ મોરબી, વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ મોરબી, સિંહસ્થ લુહાર નારી શક્તિ દળ-મોરબી ટીમ વગેરે સંસ્થા કૅમ્પમાં સહયોગી બની હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે મયુરધ્વજ પિત્રોડા, પિન્ટુભાઈ મિસ્ત્રી (પંકજ રાઠોડ), મનસુખભાઈ રાઠોડ, જીજ્ઞેશભાઈ મકવાણા તથા ભાવિન મારૂજહેમત ઉઠાવી હતી.






Latest News