હળવદના પ્રતાપગઢ ગામે કૌટુંબિક ભાઈની રિસામણે બેઠેલ પત્નીને તેડવા સાથે ગયેલ યુવાનની હત્યા કરનારા આરોપીને આજીવન કેદની સજા
SHARE
હળવદના પ્રતાપગઢ ગામે કૌટુંબિક ભાઈની રિસામણે બેઠેલ પત્નીને તેડવા સાથે ગયેલ યુવાનની હત્યા કરનારા આરોપીને આજીવન કેદની સજા
હળવદ તાલુકાનાં વેગડવાવ ગામે રહેતો યુવાન તેના કૌટુંબિક ભાઈની પત્ની રીસામણે બેઠેલ હોય તેનું સમાધાન કરવા અને તેને તેડવા માટે કૌટુંબિક ભાઈની સાથે પ્રતાપગઢ ગામે ગયો હતો ત્યારે મહિલાના ભાઈએ ઉશેકરાઈ જઈને યુવાનને માથાના ભાગે કુહાડીનો એક ઘા ઝીકિ દીધો હતો. જેથી ગંભીર ઇજા પામેલા યુવાનને હળવદ અને ત્યાંથી અમદાવાદ સુધી લઈ ગયા હતા ત્યાં તેનું સારવારમાં મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટયો હતો જે કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલની દલીલ અને આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 20 હજારનો દંડ કર્યો છે.
હળવદ તાલુકાનાં વેગડવાવ ગામે રહેતા ખોડાભાઈ રમેશભાઈ વાઘેલાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તા 14/12/20 ના રોજ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના પિતા રમેશભાઈ વાઘેલા (40) તેઓના કૌટુંબિક ભાઈ મુન્નાભાઈ બંને પ્રતાપગઢ ગામે ગયા હતા કેમ કે,મુન્નાભાઈની પત્ની રિસામણે બેઠેલ હતી જેથી તેને સમજાવીને તેડવા માટે ગયા હતા ત્યારે સમાધાનની વાત ચાલુ હતી દરમ્યાન મુન્નાભાઈના સાળા આરોપી વિક્રમભાઈ વાઘજીભાઇ બારાણિયાએ ઉશ્કેરાઈ જઈને કુહાડીનો એક ઘા ફરિયાદીના પિતા રમેશભાઈ વાઘેલાને માથાના ભાગે માર્યો હતો જેથી ગંભીર ઇજા પામેલા ફરિયાદીના પિતાને પ્રથમ હળવદ અને ત્યાંથી અમદાવાદ સુધી સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો અને આ ગુનામાં પોલીસે આરોપી વિક્રમભાઈ વાઘજીભાઈ બારાણીયાની ધરપકડ કરી હતી જે કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જીલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા કરવામાં આવેલ દલીલ અને રજૂ કરવામાં આવેલ આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી વિક્રમભાઈ વાઘજીભાઈ બારાણીયા (34) રહે. પ્રતાપગઢ વાળાને આજીવન કેદની સજા અને 20 હજારનો દંડ કર્યો છે અને જો આરોપી દંડની રકમ ન ભારે તો વધુ બે વર્ષની સદી કેદની સજાનો હુકમ કર્યો છે.