મોરબીના જોધપર નદી ગામે આવેલ આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરાઇ
SHARE
મોરબીના જોધપર નદી ગામે આવેલ આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરાઇ
મોરબીમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર નદી દ્વારા વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ, એ.ડી.એચ.ઓ ડો. સંજયકુમાર શાહ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાહુલ કોટડીયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના ડો. રાધિકા વડાવીયાના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર નદી ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સૈયદ મકસુદ એમ. તથા તૌફીક બેલીમ, ચેતના ચૌહાણ દ્વારા ૩૦ વર્ષ ઉપરના લોકોનુ બ્લડ પ્રેશર, બ્લડ સુગર, મોં કેન્સર, બ્રેસ્ટ કેન્સર તથા સર્વાઈકલ કેન્સર સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું તથા ડાયાબિટીસ બે પ્રકારના હોય છે તેના વિષેની માહિતી આપી હતી. તથા કેવા પ્રકારનો આહાર લેવો તેના માટેની માહિતી લોકોને આપવામાં આવી હતી.