મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી: કેપેક્સિલના ચેરમેન નિલેષભાઇ જેતપરીયાને સિરામિક એસો.ના પ્રમુખોએ પાઠવી શુભકામના મોરબી જિલ્લામાં કોઠી પીએચસીને NQAS પ્રમાણપત્ર એનાયત માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું મોરબી જીલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો વિગેરે દુષણ ડામવા કોંગ્રેસની માંગ: જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન


SHARE















મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના દ્વારા નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ ત્રણ કેટેગીરી રાખવામા આવેલ છે અને તેના માટે નામ નોંધણી હાલમાં કરવામાં આવી રહી છે અને આગામી ૭/૧૨ ના રોજ સ્પર્ધા યોજાશે.

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ડો. બી કે લહેરૂએ જણાવ્યુ છે કે, બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧ થી ૧૨ વર્ષ સુધીના બાળકો માટેનો વિષય “મારો પ્રિય રાષ્ટ્રભક્ત નેતા” અને ૧૩ વર્ષથી ૩૦ વર્ષના યુવાનો માટેનો વિષય “રાજકારણમાં બ્રાહ્મણની સક્રિયતા જરૂરી છે” તેમજ ૩૧ વર્ષથી ઉપરની ઉમર માટે “રાજકીય ક્ષેત્રે બ્રાહ્મણોનું યોગદાન” વિષય રાખવામા આવેલ છે આ વકતૃત્વ સ્પર્ધામાં દરેક કેટેગરીમાં પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપવામાં આવશે અને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૩૦/૧૧ સુધીમાં નામ નોંધવાવના રહેશે. અને આ સ્પર્ધા તા. ૭/૧૨ ને રવિવારે સાંજે ૫:૦૦ કલાકે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે યોજાશે અને આ સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિને માત્ર પાંચ મિનિટનો સમય આપવામાં આવશે. અને સ્પર્ધામાં ભાગ લેવા ડો. બી કે લહેરૂ (૯૯૧૩૨૨૨૨૮૩), ભુપતભાઈ પંડ્યા (૯૮૨૫૬૭૧૬૯૮) અને આર.કે. ભટ્ટ (૯૯૦૯૯૫૮૧૮૮)નો સંપર્ક કરીને નામ નોંધાવવાના રહેશે.

મોરબીમાં રાહતદરે શુદ્ધ ઘીના અડદિયાનું વિતરણ કરાશે
મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ, મોરબી વૈધ સભા, મોરબી સીનીયર સીટીઝન અને મહાવીર સોસાયટી દ્વારા તા. 25 થી રોજ શુદ્ધ ઘી ના અડદિયાનું રાહતદરે વિતરણ કરવામાં આવશે. અને તેવી માહિતી ડો. બી કે લહેરૂએ આપેલ છે અને તેનો લાભ લેવા માટે ડો. બી કે લહેરૂ (૯૯૧૩૨૨૨૨૮૩), નરભેરામભાઈ ચડાસણીયા (૯૮૨૫૧૫૨૩૧૦), અનિલભાઈ બુદ્ધદેવ (૯૮૨૫૮૨૬૪૧૩),  મહેશભાઈ ભટ્ટ (૯૯૦૯૦૮૧૮૧૨) અને નલીનભાઈ ભટ્ટ (૯૮૨૫૭૫૬૦૩૯)નો સંપર્ક કરવા જણાવ્યું છે.






Latest News