મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન
મોરબીના મકરાણીવાસ જુગાર રમતા 7 શખ્સ પકડાયા
SHARE
મોરબીના મકરાણીવાસ જુગાર રમતા 7 શખ્સ પકડાયા
મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે આવેલા બ્રાહ્મણની ભોજન શાળાની પાછળના ભાગમાં આવેલ મકરાણીવાસ વિસ્તારમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 6,300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ ડિવિઝનની પાછળના ભાગમાં આવેલ વાંકાનેર દરવાજા પાસે બ્રાહ્મણની ભોજન શાળા નજીક મકરાણીવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બસીર સલીમભાઈ ચાનિયા (32), સોહિલ હાજીભાઇ મલેક (21), નિરવ સુભાષભાઈ મીરાણી (32), રમીઝ હુસેનભાઇ ચાનિયા (28), આરીફ અલીખાન સિપાઈ (24), ફારુક જુમાભાઇ શાહમદાર (35) અને દાઉદશા રહીમશા દિવાન (37) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 6,300 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મારા મારીમાં ઇજા
મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેતા રાજુભાઈ જીવાભાઇ સોલંકી (34) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
વૃદ્ધ સારવારમા
મોરબીમાં સોઓરડી ખાતે રહેતા અમરસીભાઈ લવજીભાઈ પરમાર (60) નામના વૃદ્ધને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આવ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
અકસ્માતમાં ઇજા
મોરબીમાં કુબેરનાથ રોડ ઉપર આવેલ રાજપૂત બારશાખ શેરી ખાતે રહેતા જીગ્નેશભાઈ હરેશભાઈ ચાવડા (40) નામનો યુવાન બાઇક લઈને નટરાજ ફાટકથી મહારાણા પ્રતાપ સર્કલ તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં આવેલ ખાડાના લીધે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે આયુષ હપસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે