મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી: કેપેક્સિલના ચેરમેન નિલેષભાઇ જેતપરીયાને સિરામિક એસો.ના પ્રમુખોએ પાઠવી શુભકામના મોરબી જિલ્લામાં કોઠી પીએચસીને NQAS પ્રમાણપત્ર એનાયત માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું મોરબી જીલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો વિગેરે દુષણ ડામવા કોંગ્રેસની માંગ: જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી: પત્ની સાથે બોલાચાલી થયા બાદ યુવાને જીવન ટુંકાવ્યુ


SHARE















મોરબી: પત્ની સાથે બોલાચાલી થયા બાદ યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના બેલાથી ભરતનગર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર બેલા નજીક આવેલ એરસન પ્લાસ્ટર કંપનીના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ગૌતમ મગનભાઈ ખરાડી (22) નામના યુવાને પોતે પોતાની જાતે યુનિટમાં ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી આ બનાવની આગળની વધુ તપાસ એન.એસ.મેસવાણીયા ચલાવી રહ્યા છે અને વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે ગૌતમભાઈ ખરાડીના લગ્ન થોડા સમય પહેલા જ થયા હતા અને બનાવ બન્યો તે દિવસે પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેની પત્ની જતી રહેલ હોય યુવાને ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો.

મારા મારીમાં ઇજા

મોરબીના પાનેલી ગામ નજીક પાવર હાઉસ પાસે પ્રભુભાઈ લાલજીભાઈ ચાવડા (37) નામના યુવાનને રાજુભાઈ તળશીભાઇ ચાવડાની વાડી નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા દુર્લભજીભાઈ વસ્તાભાઈ અમૃતિયા (70) નામના વૃદ્ધ જેતપર ગામના તળાવ પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News