મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

હળવદના બુટવડા ગામે ભાગમાં રાખેલ ઇલેક્ટ્રિક મોટરનો રિપેરિંગ ખર્ચ માંગવા ગયેલ યુવાન સહિત બે વ્યક્તિને ધારિયા અને પાઇપ વડે માર માર્યો


SHARE









હળવદના બુટવડા ગામે ભાગમાં રાખેલ ઇલેક્ટ્રિક મોટરનો રિપેરિંગ ખર્ચ માંગવા ગયેલ યુવાન સહિત બે વ્યક્તિને ધારિયા અને પાઇપ વડે માર માર્યો


હળવદના બુટવડા ગામે રહેતા યુવાનને સિમ વિસ્તારમાં તેની વાડીએ પાણીની મોટર ભાગમાં રાખી હતી અને તે મોટર બગડી જતા તેના ખર્ચ માટે યુવાન અન્ય એક વ્યક્તિ સાથે સામે વાળા પાસે ગયો ગયો હતો જે સામેવાળાને સારું નહીં લાગતા તેણે યુવાનને પકડી રાખીને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો તથા તેની સાથે ગયેલા વ્યક્તિને પણ પકડી રાખીને માર મારવામાં આવ્યો હતો  જેથી ભોગ બનેલ યુવાન સહિત બે વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને આરોપી અને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના બુટવડા ગામે રહેતા લાલજીભાઈ બાજુભાઈ લોદરીયા (23) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શામજીભાઈ મોહનભાઈ લોદરીયા અને મેરાભાઈ શામજીભાઈ લોદરીયા રહે. બંને બુટવડા તથા દશરથભાઈ પ્રવીણભાઈ ખાંભડીયા રહે. ભલગામડા અને સંજયભાઈ રહે.ખોડ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી તથા શામજીભાઈ લોદરીયાને વાડીના બોરની પાણીની મોટર ભાગમાં હતી અને તે પાણીની મોટર બગડી જતા ફરિયાદીએ રીપેર કરાવી હતી જેના ખર્ચ બાબતે ફરિયાદી તથા સાહેદ રણછોડભાઈ શામજીભાઈ લોદરિયા પાસે ગયા હતા અને ખર્ચો આપવા માટે તેને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા સંજયભાઈ ત્યાં હાજર હતા તેમણે ફરિયાદીને પકડી રાખેલ અને મેરાભાઈ લોદરીયાએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને મારમારીને બંને હાથમાં ફેક્ચર જેવી ઇજા કરી હતી જ્યારે સાહેદ રણછોડભાઈને દશરથભાઈએ પકડી રાખીને તેને મેરાભાઈએ લોખંડના પાઇપ વડે અને શામજીભાઈએ ધારિયા વડે માર મારીને શરીરે ઇજા કરી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News