મોરબીના વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં આરોપી કનૈયાલાલ દેત્રોજાની ધરપકડ
મોરબીની લીલાપર ચોકડીએ 15 થી વધુ કાચા પાકા દબાણો મહાપાલિકાની ટીમે તોડી પાડ્યા
SHARE
મોરબીની લીલાપર ચોકડીએ 15 થી વધુ કાચા પાકા દબાણો મહાપાલિકાની ટીમે તોડી પાડ્યા
મોરબીની લીલાપર ચોકડી પાસે આજે કમિશનરની સૂચનાથી મહાપાલિકાની ટીમ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને કાચા પાકા કુલ મળીને પંદરથી વધુ દબાણોને હટાવવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં આવી કામગીરી અન વિસ્તારમાં પણ કરવામાં આવશે તેવુ કમિશનરે જણાવ્યુ છે
મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર મહાપાલિકાની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણો ઉપર બુલ્ડોઝર ફેરવવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે આજે મોરબીની લીલાપર ચોકડી પાસે ચારથી પાંચ જેટલી પાકી દુકાનો અને પાકા બાંધકામો તથા અન્ય કેબીનો સહિત કુલ મળીને 15 થી વધુ ગેરકાયદેસર દબાણો હતા તે દબાણોને ત્યાંથી તોડી પાડવામાં આવ્યા છે અને સરકારી જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે વધુમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર રોડ રસ્તાની આસપાસમાં કરવામાં આવેલા દબાણ જે ટ્રાફિકમાં નડતર રૂપ છે તેને દૂર કરવા માટેની કામગીરી ચાલી રહી છે અને જે ગેરકાયદેસર બાંધકામો હોય છે તેને તોડવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આજે મોરબીની લીલાપર ચોકડી પાસે દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી છે અને આગામી સમયમાં આવી જ રીતે અન્ય વિસ્તારમાં પણ કામગીરી કરવામાં આવશે









