વાંકાનેરમાંથી 12 લાખના લોડર ટ્રેકટરની ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ
મોરબી-ગુજરાતનુ ગૌરવ: નિલેષભાઈ જેતપરિયાની કેપેક્સીલની પેનલના ચેરમેન તરીકે બિનહરીફ વરણી
SHARE
મોરબી-ગુજરાતનુ ગૌરવ: નિલેષભાઈ જેતપરિયાની કેપેક્સીલની પેનલના ચેરમેન તરીકે બિનહરીફ વરણી
મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા નિલેષભાઈ જેતપરિયાની તાજેતરમાં કેપેક્સીલની પેનલના ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે જેથી કરીને તેઓને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસો.ના પૂર્વ પ્રમુખ નિલેષભાઇ જેતપરીયાએ હાલમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. અને તેઓ ગુજરાતમાંથી એવા સૌપ્રથમ વ્યક્તિ બન્યા છે કે, જેઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના કેપેક્સીલમાં સિરામિક અને રિફ્રેક્ટરીઝ પેનલના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે. આ સફળતા બદલ તેઓને મોરબીના સિરામિક ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી શુભકામનાઓ મળી રહી છે. ઉલેખનીય છે કે, તેઓ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ પદ ઉપર હતા ત્યારે સિરામીક ઉધોગના વિકાસ માટે અનેક સારી કામગીરી તેઓના દ્વારા કરવામાં આવી હતી. અને આગામી સમયમાં પણ તેઓ સિરામિક ઉદ્યોગના હિતમાં વધુ સારી કામગીરી કરશે તેવું મોરબીના યુવા ઉદ્યોગપતિ નરેન્દ્રભાઈ સંઘાતે માહિતી આપતા જણાવ્યુ છે.