મોરબી-ગુજરાતનુ ગૌરવ: નિલેષભાઈ જેતપરિયાની કેપેક્સીલની પેનલના ચેરમેન તરીકે બિનહરીફ વરણી
અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મ ધ્વજા લહેરાતા મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા કરાઇ આતિશબાજી
SHARE
અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મ ધ્વજા લહેરાતા મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા કરાઇ આતિશબાજી
મોરબીના નગરદરવાજા ચોકમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા આતિશબાજી કરીને અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મ ધ્વજા લહેરાવવામાં આવી તેની ઉજવણી કરવામાં આવી હતી અને આ ધર્મ ધ્વજા ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટેનું પ્રથમ પગલું છે. તેવું ત્યાં હાજર રહેલા આગેવાનો કહ્યું હતું.
અયોધ્યા ખાતે રામજન્મભૂમિ તીર્થક્ષેત્રમાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના શિખર ઉપર ધર્મ ધ્વજા તા. 25/11/25 ના રોજ લહેરાવવામાં આવી રહી હતી. આ ધર્મ ધ્વજા ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટેનું પ્રથમ પગલું છે. અને રામ મંદિરના 500 વર્ષ જૂના ઇતિહાસ પછી જ્યારે ભવ્ય રામ મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ ગયુ છે અને મંદિર ઉપર ધર્મ ધ્વજા લહેરવામાં આવેલ છે. ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે તા. 26/11 ને બુધવારના રોજ મોરબીમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા નગરદરવાજા ચોકમાં એક કલાક સુધી ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી આટલું જ નહીં પરંતુ એક મેકના મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબીની હિન્દુ ધર્મપ્રેમી જનતા સહિતના લોકો જોડાયા હતા.