મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ગાયત્રીનગરમાં જુગાર રમતા 3 મહિલા સહિત કુલ 6 વ્યક્તિ ઝડપાયા


SHARE









મોરબીના ગાયત્રીનગરમાં જુગાર રમતા 3 મહિલા સહિત કુલ 6 વ્યક્તિ ઝડપાયા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર શેરી નં-3 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 16,100 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર શેરી નં-3 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી શૈલેષભાઈ દેવજીભાઈ મામેજા રહે. ત્રાજપર ખારી મોરબી, જગદીશભાઈ ઉર્ફે જયદીપ શિવાભાઈ ખટાણા રહે. ગાયત્રીનગર મોરબી, સંજય ધનજીભાઈ ગણેશિયા રહે. ત્રાજપર ખારી મોરબી, કરુણાબેન દિનેશભાઈ કોળી રહે. લખધીરનગર મોરબી, અંજનાબેન જગદીશભાઈ ખટાણા રહે. ગાયત્રીનગર મોરબી તથા વનિતાબેન હરેશભાઈ રાઠોડ રહે. ત્રાજપર ખારી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી 16,100 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધા સારવારમાં

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટની પાસે આવાસ યોજનામાં રહેતા મીનાબેન ઘેલા (70) નામના વૃદ્ધાને ઘરે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News