મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના ડોક્ટરને શેર બજારમાં રોકાણ કરવાની જુદીજુદી સ્કીમ આપીને 48.14 લાખની ઠગાઇ કરનાર ચાર શખ્સની ધરપકડ


SHARE







હળવદમાં રહેતા ડોક્ટરને શેર બજામાં રોકાણ કરીને કમાણી કરવા માટેની લોભામણી અને લલચામણી સ્કીમો સમજાવવામાં આવી હતી અને ત્યાર બાદ યુવાને સમયાંતરે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં 43,55,000 નું રોકાણ કર્યું હતું અને પોતાની રકમ વીડ્રો કરવા માટે કહ્યું હતું ત્યારે તે યુવાનને સર્વિસ ટેક્સના વધુ 4,59,000 અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા માટે કહેવામા આવ્યું હતું આમ યુવાન પાસેથી કુલ મળીને 48.14 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી જે ગુનામાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ચાર આરોપીની ધરપકડ કરેલ છે.
 
મૂળ રાણેકપર ગામના રહેવાસી અને હાલમાં હળવદના સરા રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતા ડો. ચેતનકુમાર લાભુભાઈ જાકાસણીયા (39)એ મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા સાત મોબાઇલના ધારકો સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફેસબુક મેસેન્જર Irina Fedorova આઈ.ડી ઉપરથી સ્ટોક એકસચેન્જમા રોકાણ કરવાની જાણકારી તેને આપવામાં આવી હતી ત્યાર બાદ આરોપીઓએ કાવતરું રચીને Y96 SIG Customer Service વ્હોટસએપ ગૃપ બનાવી તેમા ફરિયાદીને એડ કરવામાં આવેલ અને ત્યાર પછી આરોપીઓ પૈકીના દીપક મલ્હોત્રાએ જુદી જુદી લોભામણી સ્કીમો ફરિયાદીને સમજાવી હતી અને રોહિતસિંઘ ગ્રુપ એડમીને અલગ અલગ બેન્ક એકાઉન્ટના નંબર ફરિયાદીને મોકલાવીને કુલ મળીને 43.55 લાખનું રોકાણ કરાવ્યું હતું અને ત્યારબાદ તે રકમ વીડ્રો કરવા માટે ફરિયાદી કહ્યું હતું ત્યારે સર્વિસ ટેક્સના 4.59 લાખ માંગવામાં આવ્યા હતા જે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હતા આમ ફરિયાદી સાથે કુલ મળીને 48.14 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી જેથી ડોક્ટર દ્વારા મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.વસાવા અને તેની ટીમે આરોપી રાહુલ હર્ષદભાઈ ચૌધરી, ખુશ નવીનભાઈ ભાલોડીયા, જયદીપ રામભાઈ લગારીયા અને શ્યામ કિશોરભાઈ રૂપાપરાની ધરપકડ કરેલ છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ હાથ કરી છે.






Latest News